સુંદર ચહેરો સૌને ગમે છે. ચહેરા પર ખીલ, કરચલીઓ, ડાર્ક સર્કલ ના હોય તેવી ઇચ્છા દરેકની હોય છે. પરંતુ બધાની આ ઈચ્છા પુરી થયી શકતી નથી. તેનું કારણ હોય છે અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે જાણકારીનો અભાવ. આજે અહી તમને જાણવા મળશે તમને એવી ટીપ્સ જે તમારી સમસ્યાને દુર કરી દેશે.
દરેક વ્યક્તિની ત્વચાના પ્રકાર અલગ અલગ હોય છે એટલે તેની સંભાળના નિયમો પણ અલગ અલગ હોય છે. જો કે દરેક માટે આ ૧ મિનિટ ફેશવોસનો નિયમ બેસ્ટ સાબિત થાય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે ચહેરાને 60 સેકન્ડ સુધી સાફ કરવો. ચહેરા પર મેકઅપનો સ્તર જામેલો હોય છે, વળી બહર જવાનું થાય તો ત્વચા પર ધૂળ સહિતના પ્રદુશ્કોની અસર પણ થાય છે. જો તેને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ત્વચાને નુકસાન થાય છે. તેથી સૌથી વધારે જરૂરી છે કે ચહેરાને ૧ મિનિટ સુધી સારી રીતે સાફ કરવામાં આવે.
(AAJKAAL)