X Close
X
9925128845

હિલડ્રાઇવ વિસ્તારના બે મકાનમાંથી થયેલી ચોરીના મામલે મહિલા ઝડપાઇ


Jangaon:

શહેરના હિલડ્રાઇવ વિસ્તારના રહેણાંકી મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલી મહિલાને એસઓજીએ ઝડપી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજીએ શહેરના કાળાનાળા વિસ્તારના સતં કંવરરામ ચોક પાસેથી પસાર થઇ રહેલી સોનલ મહેન્દ્ર પરમાર (ઉં.વ.૨૫, રહે.શિતળા માતાજીના મંદિર પાછળ, ઘોઘા રોડ, ભાવ.)ને અટકાવી પુછતાછ કરી તેણીની તલાશી લેતા તેની પાસેથી સોનાના અલગ અલગ દાગીનાઓ મળી આવતા તેણીની આગવી ઢબે કરાયેલી પુછપરછમાં એક વર્ષ પૂર્વે શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ નીતા પાર્કમાં રહેતા દિનેશભાઇ મોતીલાલભાઇ જૈનના મકાનમાં ઘરકામ કરતી હતી ત્યારે તે મકાનમાં હાથફેરો કરી દાગીનાઓ ચોર્યાની તેમજ હિલડ્રાઇવ વિસ્તારના જ એક મકાનમાં રહેતા રમાબેન ભરતભાઇ ડોંડાને ત્યાં પણ ઘરકામ કરતી હતી ત્યારે ત્યાંથી સોનાના દાગીનાની ચોરી કયાની કબુલાત આપતા એસઓજીએ તેણીની ધરપકડ કરી ચોરાઉ સોનાના દાગીનાઓ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Aajkaal