X Close
X
9925128845

સ્વામિનારાયણ મંદિરમાં શાક હાટડી ઉત્સવ


Jangaon:

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી મહંતસ્વામી મહારાજ છેલ્લા 10દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત આજે પ્રબોધિની એકાદશી નિમિતે શાક હાટડી ઉત્સવ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

દેવ દિવાળી તેમજ પરમ પવિત્ર પ્રબોધિની એકાદશી. આજના દિવસે ભગવાન સમક્ષ શાકભાજી અને ફળોની હાટડી ધરાવવામાં આવે છે. ચોમાસા દરમ્યાન સૂર્ય પ્રકાશનો અભાવ અને ભારે વરસાદને લીધે શાકભાજીઆેમાં જીવ જંતુઆે અને બેક્ટેરિયા ઉછરે છે. આ દિવસે જે શાકભાજીનો પાક લેવામાં આવે છે તે તાજા અને પ્રમાણમાં તંદુરસ્ત હોય છે. તેથી જ આ શાકભાજી સૌપ્રથમ ભગવાનને ધરાવવામાં આવે છે. આજના પ્રબોધિની એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ નું પણ અતિ મહત્વ છે. આજનો દિવસ એટલે પરમ પવિત્ર એવા ચાતુમાર્સની પૂણાર્હંતિ.
બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સવારે 5ઃ30થી 10ઃ00 વાગ્યા સુધી ભગવાન સમક્ષ શાકનો એક ભવ્ય હાટ રચવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ રાજકોટના હજારો ભાવિક ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો.

Aajkaal