X Close
X
9925128845

સૌરાષ્ટ્ર જનતા રાજકોટ-જામનગર વચ્ચે રદ


1471indian_railways16022019120654

અનરાધાર વરસાદને પગલે બે દિવસમાં મેઘરાજાએ ભરપૂર પાણી વરસાવી દેતાં પડધરી રેલવે સ્ટેશન ઉપર તેમજ રીબડા-રાજકોટ વચ્ચેની રેલવે લાઈન ઉપર પાણી ફરી વળવાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. જેમાં ભાવનગર-આેખા અને મુંબઈ-જામનગર સૌરાષ્ટ્ર જનતાને રોકી લઈને આગળ જવા દેવાઈ નથી જ્યારે સૌરાષ્ટ્ર મેલ રાજકોટ ખાતે આવ્યા બાદ પાંચ કલાક રોકી રાખીને અઢી વાગ્યા બાદ રવાના કરવામાં આવી હતી.
આ ઉપરાંત રીબડા પાસે રેલવે લાઈન ઉપર પાણી ભરાવાના કારણે વેરાવળ-પુને એકસપ્રેસને ગાેંડલ સ્ટેશને, સોમનાથ-જબલપુર એકસપ્રેસને તેમજ સોમનાથ-રાજકોટ લોકલ ટ્રેનને જેતલસર સ્ટેશને રોકી લેવાયા છે. આ ઉપરાંત રાજકોટ-વેરાવળ એકસપ્રેસ પણ રાજકોટ ખાતેથી બપોર સુધી ઉપાડવામાં આવી ન હતી.

(AAJKAAL)
Aajkaal