X Close
X
9925128845

સૌ.યુનિ.નું કૌભાંડઃ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિમાં તપાસ


Jangaon:

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસ પર કન્વેન્શન સેન્ટરના બાંધકામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવી ચાેંકાવનારી ફરિયાદો છતાં તપાસની કે પગલાં લેવાની કોઈ કાર્યવાહી ન થતાં આશરે આ પ્રકરણ સંદર્ભે ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિને સાેંપવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.

વિધાનસભાની જાહેર હિસાબ કમિટીના ચેરમેન અને ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશનો આ સંદર્ભે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કમિટી પાસે આ પ્રકરણ આવ્યું છે, હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ત્યારબાદ તપાસ વેગવંતી બનશે.
પ્રાથમિક તપાસમાં શું જણાઈ રહ્યું છે ં તેવા સવાલના જવાબમાં પૂંજાભાઈ વંશે કહ્યું હતું કે, તપાસ ચાલુ હોવાથી કશું કહી શકાશે નહી. તપાસ પુરી થયા બાદ તેનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના વિશ્વસનિય સૂત્રોના જણાવ્યા મુજબ 2007ની સાલમાં કન્વેન્શન સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું ત્યારથી આ પ્રાેજેકટ વિવાદના વંટોળમાં રહ્યાે છે. આ કામ માટે યુનિવસિર્ટી દ્વારા કોઈ પ્રકારની ટેન્ડર પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. ટેન્ડર બહાર પાડયા વગર જ તેનું કામ એક ખાનગી એજન્સીને આપી દેવામાં આવ્યું છે અને તેમાં પણ મોઢાની વાતો જ છે. લેખિતમાં વર્ક આેર્ડર અપાયો નથી આમ છતાં કામ પેટે રૂા.1,61,50,000 જેટલી રકમ આ એજન્સીને ચૂકવી દેવામાં આવી છે.

કન્વેન્શન ભવનનો વિવાદ વકરતાં અને બાંધકામ પુરું કરવા માટે વધારાના પૈસા ન અપાતાં એજન્સી આ કામ અધુરું મુકીને નીકળી ગઈ છે. આ પ્રાેજેકટ માટે દાતા તરફથી રૂા.50 લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે હજુ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીને મળ્યું નથી.
કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કન્વેન્શન ભવનના બાંધકામનું પ્રકરણ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ પહાેંચ્યા બાદ અનેક મોટામાથાઆેના નામ ખૂલે તેવી શકયતા છે. યુનિવસિર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રાેજેકટમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના ટોચના અધિકારીઆેની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, જાહેર હિસાબ સમિતિની તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાનું બજેટ સત્ર પુરું થયા બાદ તુરંત જ આ સમિતિ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની અને કન્વેન્શન ભવનના બાંધકામના સૂચિત સ્થળની મુલાકાત લેશે અને જવાબદાર અધિકારીઆે-પદાધિકારીઆેના નિવેદન લેશે.

Aajkaal