X Close
X
9925128845

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ૧૧મી નવેમ્બરથી શરૂ


Jangaon:

અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું દરિયામાં જ સમાઇ ગયું છે. જો કે તેનો એક છેડો સોરઠનાં સમુદ્ર તટીય વિસ્તારોને અસર કરી ગયો હતો. મહા વાવાઝોડાની દહેશતને પગલે અગાઉ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટે કાર્તિકી પૂર્ણિમાંનો મેળો રદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે વાવાઝોડાનો ખતરો ટળી જતાં મેળો યોજવા માટે આજે સોમનાથ ટ્રસ્ટ અને તંત્રની બેઠક યોજાઇ હતી. જેમાં સોમનાથનો ઐતિહાસિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો તા.૧૧થી ૧૫ નવેમ્બર દરમ્યાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મેળામાં માત્ર સૌરાષ્ટ્‌ જ નહી પરંતુ રાજયના વિવિધ ક્ષેત્રોમાંથી લાખો લોકો ભાગ લેવા આવશે. મેળો રદ કરાયાની જાણ થયા બાદ ગઇકાલે સ્ટોલનાં પૈસા ભર્યા હતાં એ લોકો ટ્રસ્ટી ઓફિસે પૈસા માંગવા જતાં તેઓને મેળો યોજાનાર હોવાનું જણાવાયું હતું. જો કે ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં આ ઐતિહાસિક અને પરંપરાગત મેળો નવી તારીખે યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે મુજબ, અગાઉ તા.૮ નવેમ્બરનાં રોજ શરૂ થનાર મેળાની તારીખ હવે તા.૧૧થી ૧૫ નવેમ્બર કરવામાં આવી છે. પરંપરાગત મેળો યોજાનાર હોઇ હવે લાખો શ્રધ્ધાળુઓ અને ભાવિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સલામતી વિષયક સહિતના પગલાં લેવામાં આવ્યા છે. મેળામાં શ્રધ્ધાળુઓને કોઇ તકલીફ ના પડે તેમ જ આરોગ્ય વિષયક પગલાં પણ લેવાની દિશામાં તજવીજ હાથ ધરાઇ છે.

Aajkaal