ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ૨૪૪ અંક વધી ૪૧૮૪૪ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૬૧ અંક વધી ૧૨૩૧૮ પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ઈન્ફોસિ, સનફાર્મા, એચસીએલ ટેક, લાર્સન અને એચયુએલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ ૪.૧૫ ટકા વધી ૭૬૮.૯૦ પર કારોબાર કરી રહ્યો છે. સનફાર્મા ૧.૮૪ ટકા વધી ૪૫૧.૫૦ પર કારોબાર કરી રહ્યો છે.
આ સિવાય ટાટા મોટર્સ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ટીસીએસ અને ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ ૧.૨૨ ટકા ઘટી ૧૯૪.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની ૦.૧૮ ટકા ઘટી ૧,૧૫૨.૦૦ પર કારોબાર કરી રહ્યો છે.
(AAJKAAL)