X Close
X
9925128845

સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીનું ડેંગ્યુથી મોત


Jangaon:

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ઘોર બેદરકારીના પાપે શહેરમાં રોગચાળાએ વધુ એક માસુમનો ભોગ લીધો છે. કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં રહેતા કડવીબાઈ પ્રાથમિક શાળાના મહિલા પ્રિિન્સપાલના સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા 14 વષ}ય પુત્રને ડેંગ્યુ ભરખી ગયો છે. મચ્છરજન્ય રોગચાળો શહેરમાં બેકાબૂ બન્યાે છે છતાં તંત્ર ફોટા પાડવામાં જ વ્યસ્ત છે.
વધુમાં આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર કેકેવી ચોકથી આગળ આવેલી રામધામ સોસાયટીના મેઇન રોડ પર રહેતા પ્રિયાંશુ પ્રદીપકુમાર આહયા (ઉ.વ.14) ને તાવ આવતો હોય સારવાર અર્થે છેલ્લા એક પખવાડિયાથી દોઢસો ફૂટ રિ»ગ રોડ પર આવેલી સિનરજી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો તો ત્યાં આગળ તેને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું અને સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજયું હતું.
આ પરિવારના નિવાસસ્થાનની આજુબાજુમાં મહાપાલિકાના અનેક કર્મચારીઆે પણ નિવાસસ્થાન ધરાવતા હોય તેમને આ અંગેની જાણ થતાં તેઆે પરિવારને સાંત્વના આપવા દોડી ગયા હતા અને અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા.

મ્યુનિ.કમિશનર ડેંગ્યુથી મોતની મને જાણ જ નથી
ડેન્ગ્યુથી વિદ્યાર્થીના મૃત્યુ અંગે આજકાલએ મ્યુનિસિપલ કમિશનરને નીચે મુજબના સવાલો પૂછ્યા હતા.
(1) રાજકોટમાં ડેન્ગ્યુથી કોઈનું મૃત્યુ થયું છેં
કમિશનરઃ ના…મને કોઈ જાણ જ નથી, તપાસ કરાવીશ
(2) અત્યાર સુધીમાં ડેન્ગ્યુ ના કુલ કેટલા કેસ છેં
કમિશનરઃ હાલ મોઢે યાદ નથી પરંતુ અધિકારીઆે પાસેથી વિગતો મંગાવીશ
(3) ડેન્ગ્યુના કેસના આંકડા જાહેર કેમ કરતા નથીં
કમિશનરઃ દરરોજ જાહેર કરતા નથી પરંતુ સમયાંતરે સપ્તાહમાં એક વખત જાહેર કરાય છે.
(4) ડેન્ગ્યુના કેસ જાહેર ન કરવા ઉચ્ચ કક્ષાએથી દબાણ છેં
કમિશનરઃ ના. કોઈ જ સૂચના કે દબાણ નથી.

આરોગ્ય ચેરમેન
કમિશનરે વિગતો જાહેર કરવા ના પાડી છે
(1) રાજકોટમાં ડેન્ગ્યુથી કોઈ નું મોત નિપજ્યું છેં
આરોગ્ય ચેરમેનઃ મને ખબર નથી
(2) અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેટલા કેસ છેં
આરોગ્ય ચેરમેનઃ મારી પાસે વિગતો ઉપલબ્ધ નથી
(3) ડેન્ગ્યુના કેસ ના આંકડા જાહેર કેમ નથી કરતાં
આરોગ્ય ચેરમેનઃ આરોગ્ય શાખાના અધિકારીઆે મને એવું કહે છે કે કમિશનરે આ અંગેની વિગતોની પ્રેસનોટ આેછી મોકલવા સૂચના આપી છે.
(4) તમારી નિષ્ફળતા છુપાવવા માટે આંકડા જાહેર કરતા નથીં
આરોગ્ય ચેરમેનઃ ના એવું નથી.
(5) ડેન્ગ્યુની વિગતો જાહેર ના કરવા ઉપરથી દબાણ છેં
આરોગ્ય ચેરમેનઃ ના.

નાયબ આરોગ્ય અધિકારી ડેંગ્યુથી મોતની મને ખબર નથી
(1) રાજકોટમાં ડેન્ગ્યુથી કોઈનું મોત થયું છે ં
ડો.ચુનારાઃ ના, મને ખબર નથી. હું ઇસ્ટ ઝોનમાં છું, અન્ય ઝોનનું ડોક્ટર રાઠોડ ને પૂછો.
(2) અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ કેટલા કેસ છે ં
ડો.ચુનારાઃ ચોક્કસ વિગતો મોઢે યાદ નથી.
(3) ડેન્ગ્યુના સાચા આંકડા કેમ જાહેર કરતા નથીં
ડો.ચુનારાઃ ડેન્ગ્યુમાં બે પ્રકારના કેસ હોય છે કન્ફર્મ અને આેબ્ઝર્વેટ્રી કેસ. અમે આેબ્ઝર્વેટરી કેસ નાેંધતા નથી
(4) તમારી નિષ્ફળતા છુપાવવા માટે આંકડા જાહેર કરતા નથીં
ડો.ચુનારાઃ ના..ના…એવું કંઈ ન હોય..
(5) ડેન્ગ્યુના કેસ જાહેર ન કરવા ઉપરથી દબાણ છેં

Aajkaal