X Close
X
9925128845

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના ૧૦ ધારાસભ્યો ભાજપમાં


Jangaon:

સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)ના ૧૦ ધારાસભ્ય આજે પાટનગર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિન સહિત પાંચ ધારાસભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્યો ભાજપમાં જાડાઈ ગયા છે. આની સાથે જ સિક્કિમમાં હજુ સુધી ખાતુ પણ નહીં ખોલનાર ભારતીય જનતા પાર્ટીમાં એકાએક ૧૦ ધારાસભ્યો થઇ ગયા છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા પૂર્વોત્તરના મુખ્ય પ્રદેશ ગણાતા સિક્કિમ પર ૨૫ વર્ષ સુધી શાસન કર્યું છે. ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામમાધવની ઉપÂસ્થતિમાં આજે પાર્ટીના સ્થાપક તથા પાંચ વખતના મુખ્યમંત્રી ચામલિન સહિત પાંચ અન્ય ધારાસભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ ગયા હતા. પાર્ટીમાં હવે કુલ ૧૫ ધારાસભ્યો રહ્યા છે. ભાજપ સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી ન હતી પરંતુ હવે ભાજપના ૧૦ ધારાસભ્યો થઇ ગયા છે. ૧૯૯૩માં પવન ચામલિન દ્વારા એસડીએફની રચના કરવામાં આવી હતી. પાર્ટીએ ત્યારબાદથી યોજાયેલી તમામ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પાર્ટીએ ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિની સરકાર બનાવી છે. અલબત્ત આ વર્ષના ગાળા દરમિયાન એસડીએફને હારનો સામનો કરવો પડ્યો છે. ક્ષેત્રિય દળો ઉપર રાજ્યની પ્રજાનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. ૧૯૯૪માં ચામલિંગની પાર્ટી એસડીએફ ૧૯ સીટો ઉપર જીતી ગઈ હતી જ્યારે નરબહાદુર ભંડારીના નેતૃત્વમાં સિક્કિમ સંગ્રામ પરિષદને ૧૦ સીટો મળી હતી. હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં પણ સિક્કિમમાં મોટા ફેરફાર જાવા મળ્યા હતા. ૨૦૧૬માં આસામમાં પ્રથમ વખત સરકાર બનાવ્યા બાદ ભાજપે અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુરમાં સરકાર બનાવી છે.

Aajkaal