X Close
X
9925128845

સિંહ પાછળ ડમ્પર દોડાવવાનાં મામલે બે ઝડપાયા


Jangaon:
  • વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી : આ પ્રકારનાં ગુનામાં સાત વર્ષ સુધીન સજાની જોગવાઇ છે

મહુવા રેન્જ હેઠળ તા.10નાં રોજ સાંજનાં સમયે શેડયુલ-1નાં સિંહનો વિડીયો ઉતારી તેની પાછળ ડમ્પર દોડાવી સિંહને હેરાન કરી રંજાડી ગુનો આચયર્નિું રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.બારીયા, વાઇલ્ડ લાઇફ રેન્જ, મહુવાનાં ધ્યાને આવતા સઘન તપાસનાં અંતે તા.12નાં રોજ સદર વિડીયો ઉતારનાર શખ્સો ઝડપી લીધા હતાઅને ડમ્પર કબ્જે કરી ટ્રક આગળની કાર્યવાહી અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહુવા એસ.ડી.બારૈયાને સોંપવામાં આવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા શખ્સો વિધ્ધ વ.પ્રા.સં. અં.નિ.1972ની કલમ 2(16), (ક), (ખ), (33), (36), (37), 9, 39, 50, 51 તથા 52 હેઠળ ગુનો નોંધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનાં ગુનામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની સજા તેમજ 10,000નાં દંડની જોગવાઇ છે.

Aajkaal