X Close
X
9925128845

સાહેબ, અમારા પતિ દારૂ પી ને અમને બેફામ મારે છે!


Jangaon:

ગાંધીજી પોરબંદરમાં જનમ્યા હોવાને લીધે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોરબંદર જીલ્લામાં દેશી-વિદેશીદારૂનો લાખો રૂપિયાનો જથ્થાે પકડાય છે ત્યારે ગ્રામ્યપંથકમાં અનેક મહિલાઆે દારૂડીયા પતિથી ત્રસ્ત છે તેવું આદિત્યાણા ગામે યોજાયેલા મહિલા જાગૃતિ સેમીનારમાં બહાર આવ્éું હતું.
રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે મહિલા સહાયતા કેન્દ્ર અને અભયમ 181ના સંયુકત ઉપક્રમે મહિલા જાગૃત્તા અથર્ે સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં સમાજમાં સમાન હક્ક અને તકકો, શાંતિપૂર્ણ, હિંસા મુકત જીવન, મહિલાઆેને વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે અભયમ 181 અને મહિલા સહાયતા કેનદ્ર અને તેની કામગીરી વિશે મહિલાઆેને માીહતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગામની મહિલાઆેના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. જેમાં 3 મહિલાઆેએ પોતાની મુંજવણ જણાવી હતી કે, તેઆેના પતિ દારૂ પીને આવે છે અને મારકુટ કરે છે તો શું કરવુંં અભયમ 181 અને મહિલા સહાયતા કેન્દ્રની બહેનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું. તથા આ પ્રકારના ગુન્હા સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. તેની સ્પષ્ટ સમજ આપી હતી. સેમીનારમાં 60 જેટલી મહિલાઆે ઉપિસ્થત રહી હતી.

Aajkaal