X Close
X
9925128845

સાવરકુંડલામાં વીસ દિવસ પહેલા લાકડી મારી રૂા.૧ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: બે આરોપી ઝડપાયા


Jangaon:

તા.૨૦ના રોજ સાવરકુંડલાના શહેરમાં પાન–બીડી, સોપારીની હોલસેલની દુકાન ધરાવતા અશોકભાઇ મોહનભાઇ છાંટબાર ઉ.વ.૬૩, રહે.સાવરકુંડલા, ફ્રેન્ડ સોસાયટીવાળા પોતાની દુકાનના વેપારના રૂા.૧ લાખ ભરેલ થેલો પોતાના એકિટવાના આગળના ભાગે રાખી દુકાનેથી ઘર તરફ જતાં હતાં તે વખતે રાત્રીના આશરે નવેક વાગ્યે ગલ્ર્સ સ્કૂલના રોડ પાસે પહોંચતા બે અજાણ્યા ૨૨થી ૨૪ વર્ષની ઉંમરના ઇસમોએ તેમના એકિટવાની પાછળની બાજુએ મોટર સાઇકલ ભટકાડેલ અને પછી મોટરસાઇકલમાં પાછળ બેસેલા ઇમસે તેમને માથાના ભાગે લાકડીનો ઘા મારી દીધા હતાં અને રૂા.૧ લાખ ભરેલ થેલાની લૂંટ કરી નાસી જગા હતાં. જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગ.ર.નં.૩૭૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિ રાયે એલસીબી ટીમને આપેલી જરૂરી સુચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણાના માર્ગદર્શન તળે અમરેલી એલસીબીએ ચોકકસ બાતમી મેળવી વોચ ગોઠવી બે આરોપીઓને લુંટની રોકડ રકમ તથા લૂંટ કરવા માટે વપરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલા આરોપીઓના નામ અમન ઇકબાલભાઇ પરમાર ઉ.વ.૨૦, આફતાબ અનુભાઇ ઉર્ફે અનવરભાઇ કુરેશી, ઉ.વ.૨૧ બન્ને રહે.સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ પાસે, પઠાણ શેરી હોવાનું તથા તેની પાસેથી લુંટના મુદ્દામાલના રોકડા રૂા.૨૫ હજાર તથા લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હીરો સ્પલેન્ડર મોટર સાઇકલ રજી નંબર જીજે–૧૪એઇ–૧૨૬૩ કિ.રૂા.૨૦ હજાર મળી કુલ કિ.રૂા.૪૫ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને વણશોધાયેલ લૂંટનો ભેદ ઉકેલવા અમરેલી એલસીબીએ સફળતા મેળવેલ છે

Aajkaal