X Close
X
9925128845

સાયલામાંથી રૂા.1.31 લાખના મુદ્દામાલ સાથે સાત જુગારી ઝબ્બે


Jangaon:

સાયલાના છત્રીચોક પાસે આવેલા રહેણાક મકાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં મકાન માલીક સહિત 7 શખ્સોને રોકડ, મોબાઇલ અને બાઇક સાથે રુપિયા 1,31,400ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા. સાયલાના છત્રીચોક પાસે રહેતા રાકેશભાઇ નવીનભાઇ સવદાસના મકાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. આથી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી પીએસઆઇ વી.આર.જાડેજા સહિતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મકાન માલીક રાકેશભાઇ સવદાસ, જયેશભાઇ કણઝરીયા, મયુરભાઇ કણઝરીયા, રમેશભાઇ મેણીયા, અરવિંદભાઇ દલવાડી, સંજયભાઇ દલવાડી અને મહેશભાઇ ખોડીયા ઝડપાઇ ગયા હતા. આ શખ્સો પાસેથી પટમાં રહેલા રોકડા રુપિયા 71,400, 8 મોબાઇલ સહિત રુપિયા 1,31,400નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

Aajkaal