X Close
X
9925128845

સરકાર ઇ-ફાર્મસીનું પ્રિસ્કીપ્શન ફાડશે તો નાર્કોટિક અને ડુપ્લીકેટ દવાઆેનું વેચાણ વધશે


Jangaon:

ઇ–ફાર્મસીનો કેમિસ્ટો દ્રારા વિરોધ થઇ રહ્યો છે. સરકાર કયા કારણોસર ઓનલાઇન કંપનીઓને દવાના વેચાણ માટે છૂટ આપશે ? જેનાથી સરકારને શું ફાયદો ? દર્દીઓને કયો લાભ ? સહિતના અનેક પ્રશ્નો કેમિસ્ટોએ ઉઠાવ્યા છે. સરકાર દ્રારા ઇ–ફાર્મસીનું બીલ પસાર કરવાની હીલચાલ થઇ રહી છે તેનો દેશભરના કેમિસ્ટોના વિરોધમાં તબીબોએ પણ સમર્થન આપ્યું છે.

ઓનલાઇન દવાના વેચાણ અંગે ‘આજકાલ’ દૈનિકે કેમિસ્ટો અને ફાર્માસીસ્ટ પાસેથી પ્રતિક્રિયા લીધી હતી. રાજકોટ કેમિસ્ટ એશોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન દવાથી કેમિસ્ટોનો વ્યવસાય પડી ભાંગશે તેના કરતા વધુ જેની નકારાત્મક અસર દર્દીઓને થશે. જેના મુખ્ય કારણો જણાવતા કહ્યું કે, જે દવા ઓનલાઇન મગાવાય છે તે કઇ કંડીશનમાં દર્દી સુધી પહોંચે છે તે અંગે કોઇ માહિતી નથી. ઓનલાઇન દવાની ડિલેવરી કરનાર વ્યકિત પાસે ફાર્માસીસ્ટની ડીગ્રી હશે કે કેમ તે પણ સવાલો ઉભા કરે છે. કારણ કે, ઓનલાઇન કંપનીઓના ડિલેવરી બોયથી ખુદ કંપની પોતે અજાણ હોય છે ત્યારે કઇ દવા, કેવા પ્રકારની દવા, કઇ વ્યકિત સુધી પહોંચશે તે અંગે પણ અનેક અવઢવો ઉભી થશે. પરિણામે દવાની સાઇડ ઇફેકટ થઇ શકે.
આ અંગે કેમિસ્ટોના જણાવ્યા મુજબ હાલમાં કોઇપણ મેડિકલ સ્ટોર દ્રારા ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જયારે જેની સામે ઓનલાઇન ફાર્મસી કંપનીઓ દ્રારા ૧૫ ટકા જેવું ડિસ્કાઉન્ટ અપાય છે. માત્ર પાંચ ટકાની લાલચે દર્દીઓને એકસપાયરી ડેટની દવાઓ પણ મળવાની સંભાવના છે. જેની પાછળનું મુખ્ય કારણ એવું છે કે, દવા ઉત્પાદન કરતી કંપનીઓ અને ઓનલાઇન કંપનીઓની ગેમ પ્લાનીંગ હોય છે કે, દવાની એકસપાયરી ડેટ નજીક આવે ત્યારે કંપનીની આ દવાઓનો સ્ટોક એમ જ પડયા રહેતો હોય છે. જેની નુકસાની ભોગવવી ન પડે માટે કંપનીઓ ઓછા ભાવથી ઓનલાઇન કંપનીઓને આ દવા ધાબડી દે છે. જેમ જેમ એકસપાયરી ડેટ નજીક આવે તેમ તેમ ગુણવત્તા ઘટતી જાય છે. પરિણામે એક ડોઝની બદલે ૩–૩ ડોઝ લેવાનો વારો આવે છે.
વધુમાં મેડિકલ સ્ટોરના સંચાલકે જણાવ્યું હતું કે ઇ–ફાર્મસીના લીધે નશાકારક દવાઓ (નાર્કેાટીક)નો દૂર ઉપયોગ વધશે કારણ કે ઓનલાઇન દવાના ઓર્ડરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર રહેતી નથી. આ ઉપરાંત ડુપ્લીકેટ ડ્રગ્સનું પણ વેચાણ વધતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થશે.
આ કારણો હતાં આરોગ્ય સાથેના ચેડાંના અને હવે ઇ–ફાર્મસીથી દેશની રોજગારીને પણ અસર થશે તે અંગે સેક્રેટરી અનિમેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એક ઇ–ફાર્મસી કંપનીથી ૨૫૦થી ૩૦૦ મેડિકલ સ્ટોરને તાળાં લાગી શકે. બીજી તરફ સરકાર એવા ગાણાં ગાય છે કે ગામડાઓમાં મેડિકલ સ્ટોરની સુવિધાઓ મળે. જો ઓનલાઇન દવાઓનું વેચાણ ધડાધડ વધે તો માત્ર ઇમરજન્સી માટે કોઇપણ મેડિકલ સ્ટોર ગામડામાં ન ખુલે. સરકાર જો ઓનલાઇન દવાઓનું પ્રિસ્ક્રીપશન ફાડશે તો લાખો ફાર્માસીસ્ટ બેકાર બનશે તેવી ભીતિ છે

Aajkaal