જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના મેગા રિ-યુનિયન કાર્યક્રમમાં શનિવારે રાત્રે સ્વામીનારાયણ ગુકુળ પાસે આવેલી ફીઝીયોથેરાપી કોલેજમાં જાણીતા ગાયીકા શ્રેયા ઘોષાલે જુના, નવા અને ગુજરાતી ગીતો ગાઇને દર્શકોને રિતસરના ડોલાવ્યા હતાં, આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી, એસ.પી.શરદ સિંઘલ સહિતના દેશ-વિદેશના ડોકટરો, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં, ઓર્ગેનાઇઝેશન કમિટીના ડીન ડો.નંદીની દેસાઇ, ડો.જે.જે.ઓઝા, ડો.વિજય પોપટ, ડો.કે.કે.મહેશ્ર્વરી, ડો.ડી.કે.શાહ, ડો.આર.એસ.વિરાણી, ડો.નિલેશ ગઢવી, ડો.અતુલ વેકરીયા તેમજ અન્ય ડોકટરોમાં ડો.એસ.એસ.ચેટરજી, ડો.એ.ડી.પારેલીયા સહિતના ખ્યાતનામ ડોકટરો ફેમીલી સાથે આ કાર્યક્રમમાં આવ્યા હતાં, સુમધુર સંગીતના સથવારે શ્રેયા ઘોષાલે દર્શકોને એક પછી એક ગીત ગાઇને ડોલાવ્યા હતાં, સીનીયર અને જુનીયર ડોકટરોએ કેટલાક ગીતો ઉપર ડાન્સ કર્યો હતો, ત્યારબાદ સાંસદ પૂનમબેન માડમ અને ધનરાજભાઇ નથવાણીએ શ્રેયા ઘોષાલનું મોમેન્ટો આપીને સન્માન કર્યુ હતું. આ સમગ્ર ત્રિ-દિવસીય કાર્યક્રમમાં 12 જેટલા શોધ લેખો રજૂ કરવામાં આવ્યા હતાં અને સંગીતના સથવારે તેમજ ગઇકાલે ડોકટરોના પ્રવચન બાદ સમગ્ર કાર્યક્રમ પુરો થયો હતો.