X Close
X
9925128845

શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાની સીરીઝ માટે ઈન્ડિયાની ટીમ ફાઈનલ, જાણો વિગતો


team-india

નવી દિલ્હી, તા. 24
 
શ્રીલંકા સામેની ટી -૨૦ અને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે,ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ ફાઈનલ કરી લેવામાં આવ્યા છે. જેમાં જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. તે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી -20 અને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. બુમરાહ 5 મહિના પછી ટીમ ઈન્ડિયા તરફથી રમશે. બુમરાહ ઈનજર્ડ હોવાથી ટીમથી બહાર હતો.

 
ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં ભારત શ્રીલંકા સામે ત્રણ મેચની ટી 20 મેચ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ રમવા ભારત આવશે.ભારત 14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. શ્રીલંકા સામેની ટી -20 શ્રેણીમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને ઝડપી બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.
 
શ્રીલંકા સામેની ટી 20 સીરીઝ માટે ભારતની ટીમ

શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન .

 
ઓસ્ટ્રેલિયા સામેની ભારતની વનડે ટીમ

શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ

(AAJKAAL)
Aajkaal