X Close
X
9925128845

શેરબજારમાં લાલચોળ તેજીઃ સેન્સેક્સ 651 પોઈન્ટ ઉછળ્યો


Jangaon:

ભારતીય શેરબજારમાં આજે લાલચોળ તેજીનો માહોલ જોવા મળી રહ્યાે છે જેના કારણે સેન્સેક્સ સતત આગેકૂચ કરી રહ્યા છે. પ્રારંભીક કારોબારમાં ઉછાળો લીધા બાદ બપોરના સત્રમાં સેન્સેક્સ 651 પોઈન્ટ ઉછળી ગયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 648 પોઈન્ટના ઉછાળા સાથે 38182 અને નિફટી 188 પોઈન્ટના ઉછાળા સાથે 11314 ઉપર કારોબાર કરી રહ્યાે છે. આજે સવારે 9ઃ48 વાગ્યે સેન્સેક્સ 34 પોઈન્ટના ઉછાળા સાથે 37549 ઉપર કારોબાર કરી રહ્યાે હતો અને નિફટી 4 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાે હતો. આ પછી બપોરના સત્રમાં એટલે કે ત્રણ વાગ્યે સેન્સેક્સમાં 651 પોઈન્ટ અને નિફટીમાં 188 પોઈન્ટનો ઉછાળશે આવ્યો હતો. હાલ નિફટીના 50 કંપનીઆેમાંથી 24 કંપનીના શેર પોઝીટીવ અને 24 કંપનીના શેર નેગેટિવ કારોબાર કરી રહ્યા છે જ્યારે બે કંપનીના શેર કોઈ પણ જાતના ફેરફાર વગર કારોબાર કરી રહ્યા છે. આજે સૌથી વધુ ઉછાળો અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક બેન્ક, લાર્સન એન્ડ ટુર્બો, એશિયન પેઈન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરોમાં જોવા મળી રહી છે. જ્યારે યસ બેન્ક, ટાઈટન, ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસ, એચસીએલ ટેકનોલોજી અને આેએનજીસી કંપનીના શેરોમાં આજે સૌથી વધુ કડાકો જોવા મળ્યો છે. દરમિયાન આજે ભારતીય રૂપિયો ડોલરના મુકાબલે 16 પૈસા નબળો પડયો છે જેથી રૂપિયાનું મુલ્ય 71.18 ઉપર પહાેંચ્યું છે.

Aajkaal