X Close
X
9925128845

વેળાવદરમાં જાતિવાદને જાકારો: દલિત યુવાનનો વરઘોડો નિકળ્યો, કાઠી સમાજે ઘોડી આપી


Jangaon:

હજુ પણ નાતજાતનો વિવાદ, જૂની વિચારસરણી, ઉંચનીચનો ભેદભાવ અને ખોટા આડંબરો સમાજની શાંતિ ખોરવી રહ્યા છે. ત્યારે ભાવનગરના વેળાવદર ગામે કાઠી ક્ષત્રિય સમાજે સાચો રાહ ચીંધી ખોટી માન્યતાઓને ફગાવીને સમાજ સમરસતાના યજ્ઞમાં આહત્પતિ અર્પી હતી. આજે પણ કેટલાક સ્થળોએ દલિત લોકોને લમાં વરઘોડો કાઢવા પર પ્રતિબધં છે અને હાલ આ વિવાદ સળગેલો છે ત્યારે વેળાવદરમાં સ્થાનિક કાઠી ક્ષત્રિય સમાજ પોતે દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં નિમિત બન્યો હતો અને પોતાની ઘોડી આપી મદદ પણ કરી હતી.
વેળાવદર ગામે ગારીયાધારના દલિત યુવકની જાન પરણવા માટે ગઈ હતી જેમાં હાલની સ્થિતિને કારણે વરઘોડો કાઢવા સહિત બાબતે યુવકના પિતા અને પરિવારના લોકો મુંજવણમાં હતા. કારણકે જે પ્રમાણે ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર વરઘોડા બાબતે જે માથાકૂટ સર્જાઈ છે તેને લઈને અહીં બબાલ ના થાય તેવી મુંજવણમાં હતા, જો કે આ ગામના કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ જ આ દલિત યુવાનના વરઘોડો કાઢવાના મદદ કરી અને વરરાજા માટે ઘોડીની વ્યવસ્થા પણ કરી દઇ સમાજમાં અનોખો દાખલો બેસાડો હતો. તેમજ કાઠી ક્ષત્રિયોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો સાથે દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી. એક સમરસતાનું ઉદાહરણ પૂં પાડું હતુ

Aajkaal