X Close
X
9925128845

વાવાઝોડાની આગાહીના પગલે રાજકોટ એસટી ડિવિઝને જોખમી હોર્ડિંગ્સ હટાવ્યા


hoding

વાવાઝોડાની આગાહીના પગલે રાજકોટ એસટી ડિવિઝનના તમામ 9 ડેપોમાં તકેદારીના પગલા લેવાયા છે. ખાસ કરીને જયાં આગળ બાંધકામ સાઈટો ચાલુ હોય તેવા બસ સ્ટેશનોમાં ફરતે બેરીકેડ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત જર પડયે લોકોનું સ્થળાંતર કરવું પડે તો તે માટે એસટી બસોનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો છે.

વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગાહી હોય મુસાફરોને બિનજરી મુસાફરી નહીં કરવા પણ અપીલ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, વાંકાનેર, જસદણ, ચોટીલા, લીમડી અને ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર સહિતના તમામ 9 ડેપોમાંથી જોખમી હોર્ડિંગ્સ બોર્ડ દૂર કરવામાં આવ્યા છે.

(AAJKAAL)
Aajkaal