X Close
X
9925128845

વાયુ ચક્રાવાત સામે ગુજરાતમાં રેડ એલર્ટ: વડાપ્રધાન મોદી-અમિત શાહની વોચ


198700-pm-modi-amit-shah

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાયુ નામનું ચક્રવાત હવે વધુ ખતરનાક બની આવતીકાલે વહેલી સવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રાટકવાનું હોવાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે નુકસાન કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચક્રવાત ’વાયુ’ દ્વારા થનારી કથિત તબાહીના ધ્યાનમાં રાખી ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રવાતથી જાનમાલને ઓછું નુકસાન થાય તે માટે આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના ચક્રવાતની અસર પામનારા વિસ્તારોમાંથી આશરે ત્રણ લાખથી વધુ લોકો નું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકોને જુદાજુદા 700 રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આ વાયુ ચક્રવાતની ગતિવિધિ ઉપર બારીકાઈથી નજર રાખી રહી છે અને તમામ પ્રકારના તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આવતીકાલે 13મી વહેલી સવારે વધુ તોફાની બનેલો આ ચક્રવાત સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે ત્યારે ભારે પવન તથા ભારેથી અતિભારે વરસાદ સાથે તબાહી અને વિનાશ વેરતો જશે તેઓ સૂત્રો દ્વારા ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આ કુદરતી વિપદા સામે જાન-માલનું રક્ષણ કરવા તથા મિલકતોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે અને કથિત અસરગ્રસ્ત વિસ્તારો માટે એનડીઆરએફની 39 ટુકડીઓ તેનાત કરવામાં આવ્યું છે આ ઉપરાંત આર્મીની 34 ટુકડીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે વાયુ સેના દ્વારા એર સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના આપત્તિ વ્યવસ્થાપ્ન તંત્ર પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ગોઠવાઈ ગયું છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરો પણ તેનાત કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે સૂકા નાસ્તાના પેકેટ તૈયાર કરી તેની વિતરણ વ્યવસ્થાની તૈયારીઓ પણ સ્વેચ્છિક સંસ્થાના સહયોગથી શરૂ કરી દીધી છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સૂચના થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઓરિસ્સામાં તાજેતરમાં ત્રાટકેલા ફની વાવાઝોડાથી નહિવત જેવું નુકસાન થયું હોવાથી ઓરિસ્સાના મુખ્યમંત્રી તથા આપત્તિવ્યવસ્થાપ્ન તંત્ર ના સંકલનમાં રહી ગુજરાતમાં પણ ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પગલા ભરવા તંત્રને આદેશ આપી દીધો છે.

દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના અધ્યક્ષ સ્થાને મળેલી એક હાઇ લેવલ મીટીંગમાં પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને ગુજરાત તથા કેન્દ્રશાસિત દીવ માટે એક વિશેષ એડવાઇઝરી પણ ઇશ્યૂ કરવામાં આવી હતી જેમાં કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં થી વહેલામાં વહેલી તકે નાગરિકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવા ની સુચના આપવામાં આવી હતી.
આજે પણ કેન્દ્રીય ગૃહ સચિવ ના અધ્યક્ષ સ્થાને ચક્રવાત વાયુ અંગે રીવ્યુ બેઠક મળશે જેમાં કેન્દ્રીય મંત્રીઓ એજન્સીઓ મુખ્ય સચિવ ગુજરાત અને દીવના એડવાઈઝર વગેરે ઉપસ્થિત રહેશે આ બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્રીય ગૃહમંત્રી ને રાઉન્ડ ધ ક્લોકનો રિપોર્ટ આપવામાં આવશે તેમ પણ સુત્રો જણાવી રહ્યા છે.

(AAJKAAL)
Aajkaal