X Close
X
9925128845

વર્લ્ડકપ ફાઈનલમાં પહાેંચવા વરસાદ ‘મહેરબાન’ કે કોહલીસેના ‘પહેલવાન’ ?


indiavsnewzealand09072019095703

આજે Iગ્લેન્ડના મેન્ચેસ્ટરમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો રમાવાનો છે. જો કે આ મેચ પહેલાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈસીસીએ આજે વરસાદ પડે તો આવતીકાલે રિઝર્વ ડેમાં આ મેચ રમાડવાની તૈયારી કરી છે પરંતુ કાલે પણ વરસાદ પડવાની સંભાવના હોય મેચ રદ થાય તો ભારત સીધું ફાઈનલમાં એન્ટ્રી મેળવશે. આમ વર્લ્ડકપના ફાઈનલમાં પહાેંચવા માટે ભારત ઉપર વરસાદ ‘મહેરબાન’ રહે છે કે પછી જો એવું ન થાય તો કોહલીસેના ‘પહેલવાન’ રહે છે તે જોવું રસપ્રદ બની જશે.
પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેલી ટીમ ઈન્ડિયાની રનરેટ ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડ કરતાં ઘણી સારી છે તેથી વરસાદને કારણે મેચ રદ થાય તો રનરેટના આધારે ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લેશે અને ન્યુઝીલેન્ડ રમ્યા વગર જ બહાર થઈ જશે. વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલી વખત બની રહ્યું છે કે સેમિફાઈનલ જેવા મહત્ત્વના મુકાબલામાં વરસાદનું વિધ્ન તોળાઈ રહ્યું હોય.

જો કે મેચ રમાય તો પણ ન્યુઝીલેન્ડની તુલનાએ ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત દેખાઈ રહી છે અને તે તેના ફોર્મના આધારે જ ન્યુઝીલેન્ડને કચડવા સક્ષમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

(AAJKAAL)
Aajkaal