X Close
X
9925128845

લીંબડીમાં બાંગ્લાદેશ–શ્રીલંકાની મેચ પર સટ્ટો રમાડતાં ઝડપાયો એલસીબીનો દરોડો: ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે


Jangaon:

લીંબડીના તળાવ મહોલ્લા પાસેથી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સને એલસીબીની ટીમે ઝડપી પાડયો હતો. પકડાયેલા શખ્સ પાસેથી રોકડ, મોબાઈલ અને સટ્ટાનું સાહિત્ય મળી ૧૬,૪૬૦ . નો મુદ્દામાલ જ કર્યેા હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલતી પ્રોહિ જુગારની બદીને સંપૂર્ણ નાબૂદ કરવાની જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચના અને એલસીબી પી.આઈ ડી.એમ ઢોલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્રારા લીંબડીમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરના તળાવ મહોલ્લા વિસ્તાર પાસે મહાવિર માર્કેટમાં સરફરાઝ હેપીનેશ દુકાન પાસે દરોડો પાડયો હતો. જેમાં દિલાવર ઈબ્રાહીમભાઈ સૈયદ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની આઈ.સી.સી વલ્ર્ડ કપ ક્રિકેટ મેચમાં ખેલાડીના કોર્ડવર્ડવાળા નામ કાગળો તથા ચોપડામાં કેલેન્ડર તૈયાર કરી ક્રિકેટ મેચનો સટ્ટાનો જુગાર રમી રમાડતો ઝડપાઈ ગયો હતો. પકડાયેલા શખ્સ પાસેથી ૧૧,૪૬૦ . અને મોબાઈલ નગં એક જેની કિંમત ૫,૦૦૦ કુલ મળીને ૧૬,૪૬૦ પિયાનો મુદ્દામાલ જ કર્યેા હતો. એલસીબીના સંજયભાઈ પાઠકે લીંબડી પોલીસ મથકે દિલાવર સૈયદ વિદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Aajkaal