X Close
X
9925128845

લતા મંગેશકરની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


lata

ભારતની કોયલ લતા મંગેશકરને મળવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ઘરે ગયા હતા. લતા મંગેશકરે પણ ટંીટ કરીને આ માહિતી આપી છે. આ મુલાકાતના ફોટા લતા મંગેશકરની સાથે-સાથે રામનાથ કોવિંદે પણ શેર કર્યા છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે, લતા મંગેશકરજીને આજે તેમના નિવાસે મળીને પ્રસન્નતા થઈ. મેં તેમના સ્વસ્થ જીવન માટે તેમને શુભેચ્છાઆે પાઠવી હતી.
રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું છે કે, લતાજી ભારતનું ગૌરવ છે. તેમના હૃદયસ્પશ ગીતો આપણાં જીવનમાં મધુરતા રેલાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણને સૌને પ્રભાવિત કરે છે.
લતા મંગેશકરે પણ આ મુલાકાત અંગે પોતાની ટંીટમાં જણાવ્યું કે, નમસ્કાર, આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી, તેમનાં પત્ની શ્રીમતી સવિતા કોવિંદજી અને દીકરી સ્વાતિ કોવિંદજીની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવજી અને તેમનાં પત્ની વિનોદા રાવજી, મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી શ્રી વિનોદ તાવડેજીએ મારા ઘરે આવીને મને કૃત-કૃત કરી છે.
લતા મંગેશકરે રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિનો પરિવાર પણ લતાજીને મળીને આનંદિત જણાતો હતો. લતા મંગેશકરની ટંીટને અનેક લોકોએ રિટંીટ કરી છે તો સાથે જ અનેક યુઝર્સે લતા મંગેશકરના સારા સ્વાસ્થ્યની કામના કરી છે.

(AAJKAAL)
Aajkaal