X Close
X
9925128845

રિટેલ ફુગાવો ઘટીને 3.15 ટકા થયો : સરકારને રાહત


Jangaon:

રિટેલ અથવા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) ફુગાવો ઘટીને જુલાઈ મહિનામાં 3.15ની નીચી સપાટીએ પહાેંચી ગયો છે જે જૂન મહિનામાં 3.18 ટકા હતાે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. આ આંકડો રિઝર્વ બેંક આેફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલા ચાર ટકાના ટાગેૅટ કરતા આેછો રહેલો છે. ફુગાવા આધારિત કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સનાે આંકડો મે 2019માં 3.05 ટકા રહ્યાાે હતાે જ્યારે ગયા વષેૅ જુલાઈ મહિનામાં 4.17 ટકા રહ્યાાે હતાે. તમામ લોકો જાણે છે કે, રિઝર્વ બેંક આેફ ઇન્ડિયા તેની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરતી વેળા હંમેશા રિટેલ ફુગાવાના પરિબળને ધ્યાનમાં લે છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ફુગાવામાં ઘટાડો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહેલા છે. ફુગાવો જુલાઈ મહિનામાં વધી શકે છે તેમ તમામ લોકો માની રહ્યાા હતા. અગ્રણી સમાચાર સંસ્થા દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રિટેલ ફુગાવો સતત છઠ્ઠા મહિનામાં વધી શકે છે. જો કે તમામ આેની ગણતરી ઉંથી વળી ગઇ છે.

આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ સીપીઆઈ ફુગાવો ઘટીને 3.15 ટકા થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે સાતમી આેગસ્ટના દિવસે નાણાંકીય વર્ષની તેની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપાેરેટમાં 0.35 ટકાનાે ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેપાેરેટ 5.75 ટકાથી ઘટીને 5.40 ટકા થઇ ગયો છે. આવી જ રીતે રિવસૅ રેપાે રેટ 5.75 ટકાથી ઘટીને હવે 5.15 ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે.સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપાે રેટમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતાે. રેપાે રેટ હજુ સુધી 5.75 ટકા હતાે. જે સÃટેમ્બર 2010 બાદ સાૈથી નીચી સપાટી પર હતાે. આરબીઆઇ આ વષેૅ પહેલાથી જ રેપાે રેટમાં ત્રણ વખત 0.75 ટકા સુધીનાે ઘટાડો કરી ચુકી છે. રેટમાં ઘટાડો થતા લોન લેનાર લોકોને મોટી રાહત થઇ ગઇ છે. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઆેને મોટી રાહત આપી દીધી છે. સતત ચોથી વખત રિઝર્વ બેંક દ્વારા રેપાેરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતાે. 2016માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પાેલિસી દ્વારા ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો હતાે. છેલ્લી જુનની પાેલિસી બેઠકમાં વ્યાજદરમાં 25 બેઝિક પાેઇન્ટનાે ઘટાડો કરવામાં આવ્યો હતાે.

Aajkaal