X Close
X
9925128845

રાેહીદાસપરામાં રીસામણે આવેલી પિરણીતાએ પતિ સહિત સાસરિયાના ત્રાસથી ઝેરી પ્રવાહી પીધું


Jangaon:

શહેરના રાેહિતદાસ પરામાં માવતરે રીસામણે આવેલી પિરણીતાએ પતિ સહિત સાસુ,સસરાના ત્રાસથી ઝેરી લીક્વીડ પી લેતા સારવાર માટે સિવીલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કુવાડવા રાેડ પરના ગુંદા ગામે સાસરીયે રહેતી લક્ષ્મીબેન કેતનભાઈ ચાવડા (ઉવ.રપ)ની વણકર પિરણીતાએ રાેહીતદાસ પરામાં રહેતા પિતાના ઘરે ગત સાંજે ઝેરી પ્રવાહી જેવું લીક્વીડ પી લેતા સારવાર અર્થ સિવીલમાં લઈ જવામાં આવી હતી.
બનાવ અંગે લક્ષ્મીબેનના પિતા વાલાભાઈને પૂછતાં જણાવ્યું હતું કે, પુત્રી લક્ષ્મીના લગ્નને પાંચક વષ્ાર્ થયા છે અને સંતાનમાં દશ મહિનાનો પુત્ર અને ચાર વષ્ાર્ની પુત્રી છે. છોકરાવ નાના હોવા છતાં સાસુ ઘરકામ સહિત જીણીમોટી બાબતે માનસીક ત્રાસ આપી મારકુટ કરતી હોય તેમજ પતિ કેતન પણ અવાર-નવાર મારકુટ કરતો હોવાથી ત્રાસી જઈ એકાદ અઠવાડીયાથી અહી તેડી લાવ્યો હતો. જે બાદ ફોનમાં પણ ધમકીઆે આપતા હતા જેના કારણે ત્રાસી જઈ ઝેરી લીક્વીડ પીધું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે બિ ડિવીઝન પોલીસે જાણવા જાેગ ગુનો નાેંધી આગળની તજવિજ હાથ ધરી છે. બિજા બનાવમાં ભગવતી પરામાં રપ વારીયા શિવમ પાર્કમાં રહેતી લક્ષ્મીબેન કાશીનાથ બેનજ} (ઉવ.6પ)ની મહિલા પોતાના ઘરે કોઈ કારણસર બિમાર હોવાથી બેભાન થઈ જતાં સારવાર અર્થે સિવીલમાં લાવતા ફરજ પરના તબિબે મરણ જાહેર ક્ર્યા હતા. ગાંધીગ્રામ શ્યામ નગર શેરી નં.3માં રહેતા હંસાબેન દેવજીભાઈ સોલંકી આજરાેજ સવારે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતાં સારવાર માટે સિવીલમાં લાવતા તેમને મરણ જાહેર ક્ર્યા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નાેંધ દાખલ કરી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

Aajkaal