X Close
X
9925128845

રાજધાની એક્સ્પ્રેસમાં મહિલાની છેડતી કરનાર ટીસી બરતરફ, વેઇટરને કાઢી મુકાયો


rajdhani-train

દિલ્હીથી રાંચી જતી રાજધાની એક્સ્પ્રેસમાં કથિત રીતે મહિલાનો વિનયભંગ કરનાર ટીસીને બરતરફ કરાયો હતો અને વેઇટરને ફરજ પરથી હટાવવામાં આવ્યો હતો.

મહિલા સાથે પ્રવાસ કરી રહેલા અન્ય વિદ્યાર્થીએ ટિંટ કરીને જણાવ્યું હતું કે પેન્ટ્રી સ્ટાફ અને ટિકિટ ચેકરે મળીને મહિલાને કેફી દ્રવ્ય મેળવેલો આઇસક્રીમ ખવડાવીને એનો વિનયભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એફઆઇઆર કર્યા વગર શું રેલવે પ્રશાસન પોતાના સ્ટાફ સામે કોઇ પગલું લેશે કે પછી તેઆે આ રીતે પ્રવાસીઆેને હેરાન કરીને મુક્ત ફરતા રહેશે. દુઃખદ વાત છે.

સંબંધિત પીડિતા વિદ્યાર્થિની છે અને લાગે છે કે ફરિયાદ કર્યા બાદ એ સામાન્ય જીવન જીવી નહી શકે. ફરિયાદ કરનાર વિદ્યાર્થીએ આ વાત રેલવે પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઆેને ટેગ કરી હતી. રેલવેએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતાએ એફઆઇઆર દાખલ નથી કરી, પણ ફોન પર એની પાસેથી આ બનાવની માહિતી અમે મેળવી હતી.

નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે આ મામલે ચીફ કમશિર્યલ મેનેજરે તપાસના આદેશ આપ્યા છે અને આરોપીઆેની પૂછતાછ ચાલી રહી છે. દરમિયાન, ટિંટર પર કરવામાં આવેલી ફરિયાદને આધારે અને વાતની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાંચીના ટિકિટ ચેકર એન. આર. સરોજને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને આરોપી વેઇટર/વેન્ડરને ફરજમુક્ત કરવામાં આવ્યો હતો.

(AAJKAAL)
Aajkaal