X Close
X
9925128845

રાજકોટની સિવિલ હોસ્પિટલની બેદરકારીથી ૧ માસમાં ૧૧૧ બાળકોના મોત: કોંગ્રેસનો હોબાળો


healthcare-3539

રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં ૧૧૧ બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે. ૧૧૧માંથી ૯૬ નવજાત પ્રિ–મેચ્યોર અને ઓછા વજનના હતાં, યારે ૭૭નું વજન દોઢ કિલોથી ઓછું હતું. આ આંકડા બહાર આવતા કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અને સરકારી હોસ્પિટલની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો. બાળકોની હોસ્પિટલમાં એનઆઈસીયુ છે પણ તે કાર્યક્ષમ ન હોવાથી દોઢ કિલોથી ઓછાં વજનનાં બાળકો બચાવી શકાય તેવી ક્ષમતા અને સુવિધાના નથી એમ તબીબી અધીક્ષક ડો. મનિષ મહેતા કહી રહ્યા છે.

આખા વર્ષમાં સૌથી વધુ મૃતાંક ડિસેમ્બર માસમાં રહ્યો છે. આ માટે અન્ય હોસ્પિટલ, ગ્રામ્ય વિસ્તારો તેમજ ઘરે ડિલિવરી થતાં બાળકોની તબિયત બગડે અને કેસ રીફર થાય ત્યાં સુધી મોડું થઈ ચૂકયું હોય તેવા કેસ પણ અડધાથી વધુ છે. જો કે, બાળકોના મોતનું મુખ્ય કારણ એનઆઈસીયુમાં કાર્યક્ષમતાનો અભાવ છે, જેથી ઐંચા મૃત્યુદરમાં આરોગ્ય તત્રં જવાબદારીમાંથી છટકી શકે નહીં.

સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા મુજબ ૨૦૧૮માં ૪૩૨૧ બાળકો દાખલ કરાયાં હતાં જેમાંથી ૨૦.૮ ટકા એટલે કે ૮૬૯નાં મોત થયા છે. ૨૦૧૯માં ૪૭૦૧ દાખલ થયાં અને તેમાંથી ૧૮.૯ ટકા બાળકોનાં મોત થયાં છે. મૃત્યુદર ઓછો છે પણ ડિસેમ્બરમાં ૩૮૬ની સામે ૧૧૧નાં મોત થતાં તે માસનો દર ૨૮ ટકા જેટલો ઐંચો ગયો છે. આ ૧૧૧માંથી ૯૬ પ્રિ મેચ્યોર અને ૭૭ નવજાતના વજન ૧.૫ કિલો કરતા ઓછું હોવાનું તબીબી અધીક્ષકે જણાવ્યુ હતું.

એનઆઈસીયુમાં સ્પેશિયલ નસિગ કેર, ટેમ્પરેચર કંટ્રોલ, ઈન્ફેકશન ફ્રી એર ખાસ જરી છે. ઓછા વજનનું બાળકો હોય તો દરેક બાળક દીઠ એક નર્સ અને વધુમાં વધુ બે બાળકો દીઠ એક નર્સ હોવી જ જોઇએ. યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧૦ નવજાત શિશુ માટે એક જ નર્સ હોય છે.

(AAJKAL)
Aajkaal