X Close
X
9925128845

યુનિવર્સિટીઓમાં વહીવટી અને શિક્ષણમાં સુધારા માટે સરકારે પંચવર્ષીય એક્શન પ્લાન તૈયાર કર્યો


saurashtra-university

યુનિવર્સિટીઓમાં વહીવટી અને શિક્ષણમાં સુધારા માટે સરકારે પંચવર્ષીય એક્શન પ્લાન તૈયાર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓને મોકલી આપેલ છે. અલગ અલગ પ્રકારના ૨૨ પેરામીટર્સ અને તેને આનુસંગિક કુલ ૧૨૫ મુદ્દાઓ પર દર ત્રણ મહિને નક્કી કરાયેલા લક્ષ્યાંકમાં કેટલી સિદ્ધિ હાંસલ કરી છે અને કેટલું કામ બાકી રહી ગયું છે તેની વિગતો ગુજરાત સરકારના પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ અગાઉ નિયત કરવામાં આવેલ વાર્ષિક લક્ષ્યાંકોની વિગત ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગને તારીખ ૨૬ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
સરકારના જણાવ્યા મુજબ પી.જી. ડિપાર્ટમેન્ટને લગતા મુદ્દાઓના વાર્ષિક લક્ષ્યાંકની માહિતી તમામ ભવને આપવાની રહેશે. જ્યારે જે મુદ્દાઓ સામે એક કરતાં વધારે ભવન અથવા તો વિભાગના નામ દર્શાવેલા હોય તે મુદ્દાઓના વાર્ષિક લક્ષ્યાંકની માહિતી તમામ ભવનોએ અને વિભાગોએ આપવાની રહેશે.

એક્શન પ્લાનમાં એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ રિફોમ્સ, એડમિશન રિફોમ્સ, ડિજિટલાઇઝેશન, વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ, નાણાકીય સુધારા ઇન્ફાસ્ટ્રકચરમાં સુધારા, રિસર્ચ,કેરિયર ગાઈડન્સ, પ્લેસમેન્ટ વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સરકારે આ માટે પ્રોફેસર એ.યુ. પટેલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિએ યુનિવર્સિટીઓમાં સુધારણા માટે શું કરવું જોઈએ તેનો અહેવાલ સરકારને આપ્યો છે. પંચવર્ષીય એક્શન પ્લાન ના કો-ઓર્ડિનેટર તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા સંયુક્ત કમિશનર એન. માધુને જવાબદારી સોંપવામાં આવી છે.

(AAJKAAL)
Aajkaal