X Close
X
9925128845

મ્યુ.સફાઇ કામદારો અન્ય કામદાર પાસે પેટામાં સફાઇ કાર્ય કરાવતા હોવાની રાવ


Jangaon:

ભાવનગર મહાપાલિકા દ્રારા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લઇ ભાવનગને અગ્રક્રમે લઇ જવા મહેનત થઇ રહી છે. આ સાથે નગરજનોને પણ જાગૃત થવા તંત્રવાહકો અપીલ કરી રહ્યાં છે. પરંતુ મ્યુ.સફાઇ કામદારો જ ભાવનગરની સફાઇ કામગીરી પર પાણી ફેરવતા હોવાની ચોંકાવનારી રજૂઆત મ્યુ.કમિશ્નર સમક્ષ કાળીયાબીડના કેટલાક રહીશોએ કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ કોર્પેારેશનમાંથી કાયમી સફાઇ કર્મચારી તરીકે તગડો પગાર મેળવતા કામદારો સફાઇની કામગીરી જાતે કરવાને બદલે પેટામાં અન્ય કર્મચારીઓને રાખીને કામગીરી કરાવે છે. જેના કારણે સફાઇ કામગીરીમાં સદ્દંતર વેઠ ઉતરી રહી છે !
શહેરભરમાં સવાર અને બપોર એક બે પાળીમાં જે તે સ્થળે સફાઇ કામ માટે કાયમી કામદારો છે. તેમાંના ઘણા ખરા માત્ર હાજરી પુરાવીને જતા રહે છે. જયારે સફાઇની કામગીરી તેઓએ રાખેલા અન્ય સફાઇ કર્મચારીઓ માત્ર નજીવી રકમ લઇને કરી આપે છે. જેના કારણે સફાઇ કામગીરીમાં સ્વાભાવિક જ વેઠ ઉતરે છે. સફાઇ કર્મચારીઓના ઉપરી ઇન્સ્પેકટર, સિપાઇ સહિતના લોકો સંબંધના ધોરણે કે નાણાંની લાલચે આવી બાબતોમાં આખં મીચામણા કરતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. શહેરના કાળીયાબીડ સાગવાડીમાં રહેતા કેટલાક જાગૃત નાગરીકોએ આ અંગે મ્યુ.કમિશ્નર, મેયર તથા ચેરમેનને લેખિતમાં રજુઆત કરી તાકીદે ઘટતું કરવા માંગ ઉઠાવી છે.
આમ, સફાઇ કર્મચારીઓ કોર્પેારેશનમાંથી પગાર મેળવી અન્ય જરૂરીયાતમદં કામદારો પાસે સામાન્ય રકમમાં પોતાની કામગીરી કરાવે છે અને જેના કારણે ભાવનગરની સફાઇમાં વેઠ ઉતરે છે. આથી શહેરનાં મોટાભાગના વિસ્તારોમાં પુરતી સફાઇ થતી નથી

Aajkaal