X Close
X
9925128845

મોખા ટોલનાકાથી 20.58 લાખ ના દારૂ સાથે બે સખ્સો પકડાયા


IMG-20200113-WA0082
  • એલસીબી એ ટેમ્પા સહિત ૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાએ મોખા ટોલનાકાથી રૂપિયા 20.58 લાખ ની  કિંમતનો દારૂ ભરેલ ટેમ્પા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા ડિટર્જન્ટ પાવડર ની આડ માં દારૂ લઈ આવવામાં આવ્યો હોવાની પોલીસે કહ્યું હતું. એલસીબીએ વિગતો આપતા જણાવ્યું હતું કે મોખા ટોલનાકા ઉપર થી દારૂ ભરેલ આઇસર પસાર થવાનું હોવાની બાતમીના આધારે ટોલનાકા પાસે વોચ ગોઠવી આઈસર ટેમ્પાના નંબર એચ પી 53 ડી 0199 ને રોકે તલાસી લેતા ૪૬ હજારની કિંમતનો ડિટર્જન્ટ પાવડર મળી આવ્યો હતો તેની નીચે ૨૦૫૮૯૦૦ ની કિંમતનો 487 પેટીમાં 5844 બોટલ દારૂનો જથ્થો મળી આવતા એલસીબીએ આરોપી અરુણ જગદીશ સિંહ રાણા રહે સૈની વિહાર ફેજ વન બળતાના  પંજાબ, અને જીતેન્દ્ર નરેશકુમાર ત્યાગી રહે સેક્ટર 45 બુલેટ થાના ચંદિગઢ પંજાબ ને ઝડપી પાડવામાં આવ્યા હતા એલસીબીએ રોકડા રૂપિયા 6,000 આઈસર ટેમ્પો મોબાઈલ ફોન ડિટર્જન્ટ પાવડર સહિત ૨૯ લાખની આસપાસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે (AAJKAAL)
Aajkaal