X Close
X
9925128845

મુખ્યમંત્રીના કઝીનને 108ની સેવા સમયસર ન મળતાં મોત


Jangaon:

દેશમાં ક્યાંય ન હોય તેટલી ઝડપી 108ની સેવા ગુજરાતમાં છે તેવા દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના પિતરાઈ ભાઈને 108ની સેવા સમયસર ન મળતાં તેનું મૃત્યુ થયું હોવાની ચાેંકાવનારી વાત બહાર આવવા પામી છે.આ બાબતે હકીકત શું છે તેની તપાસ કરી જાણ કરવા માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર રમયા મોહનને સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર કેન્દ્ર માં રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના પિતરાઈ ભાઈ અનિલ ભાઈ સંઘવી છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. ગયા શુક્રવારે તેની તબિયત એકાએક બગડતાં તેના પુત્ર ગૌરાંગભાઈએ 108ને જાણ કરી હોસ્પિટલમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી પરંતુ 108ની સેવા સમયસર મળી ન હતી અને હોસ્પિટલ ખસેડવામાં વિલંબ થવાથી અનિલભાઈને સારવાર સમયસર મળી ન હતી અને તેનું મૃત્યુ થયું હતું. ગયા સોમવારે અનિલભાઈનું ઉઠામણું રાખવામાં આવેલ હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનિલ ભાઈના પુત્ર ગૌરાંગ એ આ બાબતે મુખ્યમંત્રી નું ધ્યાન દોર્યું હતું અને મુખ્યમંત્રીએ તાત્કાલિક જિલ્લા કલેકટરને તપાસ કરવાના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 108ને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર માંથી કોલ મળ્યો હતો પરંતુ ત્યાં જવાના બદલે 108 ઈશ્વરીયા પહાેંચી ગઈ હતી. સરનામું ગોતવામાં વિલંબ થવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.

ગુગલ મેપમાંથી મળેલા ભૂલ ભરેલા સરનામાના કારણે વિલંબ થયો ઃકલેકટર
ગુગલ મેપમાંથી મેળવાયેલા ભૂલ ભરેલા સરનામા ના કારણે અનિલભાઈ સંઘવીના ઘેર પહાેંચવામાં 108ને વિલંબ થયો હતો તેમ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત અંગે સબંધિત સત્તાવાળાઆેનો જવાબ લેવામા આવ્યો છે અને આરોગ્ય વિભાગને આ અંગેનો રિપોર્ટ મોકલવામાં આવશે.

બંને સાઈડની કોલ ડિટેઇલ રજૂ કરાશેઃ 108ના રિજિયન હેડ
108 સેવાના રિજિયન હેડ સતિષભાઈપટેલે જણાવ્યું હતું કે આ સંદર્ભે ડ્રાઈવર અને અન્ય સ્ટાફની પૂછપરછ ચાલુ છે. તાત્કાલિક સ્થળ પર પહાેંચવા માટે 108ને સતત પણ મળતા હતા અને સામી બાજુ સરનામાની પૂછપરછ માટે 108 માંથી પણ સતત ફોન કર્યા હતા. બંને સાઈડની કોલ ડિટેલ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જરુર જણાયે આગળની કાર્યવાહી કરાશે.

Aajkaal