X Close
X
9925128845

માધવપુરના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવારનો ઇન્કાર કરી દેવાતા દર્દીઆે પરેશાન


Jangaon:

માધવપુરના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવારનો ઇન્કાર કરી દેવાતા દર્દીઆે પરેશાન બની ગયા હતા. માધવપુર (ઘેડ) ગામે પચીસ હજારની જનતાનું ગામ વસ્તી ધરાવે છે. ઉપરાંત લાગુ પડતા ગામડાની જનતાને પણ લાગુ પડે છે. આ ગામે સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. મહોરમની રજાના દિવસે દવાખાના દર્દીઆેને હાજર રહેલા આરોગ્ય ખાતાના કર્મચારી દર્દીઆેને સારવારની ના પાડી કહે છે કે, તા. 10 ના રોજ મહોરમની રજા હોય દર્દીઆેની સારવાર કરવાનું બંધ છે. સારવાર કરવાની ના પાડવા માટે માણસો હાજર રાખેલ અને દર્દીઆે માધવપુર અને બાજુના ગામડામાંથી આવતા ગરીબ દ}આેને સારવાર માટે રાજા પાડી સારવાર બંધ કરવામાં આવતા મતદાર જનતા બીમારીના દર્દથી પીડાઇ રહી છે. ગત ગ્રામસભામાં લેખીત-મૌખીક ચર્ચા કરી સર્વના મતે ઠરાવ કરેલ કે શનિ-રવિ અને કોઇપણ ધામિર્ક કે રાષ્ટ્રીય તહેવાર દરમ્યાન બીમાર દર્દીઆેને સેવા-સારવાર માટે દવાખાનું ખુંુ રાખી સારવાર કરવામાં આવે એ માટેનો ઠરાવ કરવામાં આવેલ છે. તેમ છતાં ગરીબ દર્દીઆેને સારવારની ના પાડવામાં આવતા બીમાર દર્દીઆે તાવ, શરદીના દર્દથી પીડાઇ રહ્યા છે. સામુહીક આરોગ્ય કેન્દ્ર ખુંુ છે પણ જે માણસો હાજર છે તેને પુછતા સારવાર રજાના કારણે બંધ રાખવામાં આવેલ છે ત્યારે અધિકારીઆે, પદાધિકાીરઆે રજામાં મોજ કરે છે અને પ્રજા પરેશાની ભોગવે છે તેવો આક્ષેપ થયો છે.

Aajkaal