X Close
X
9925128845

મહિલાએ એક જ વર્ષમાં 4 બાળકોને આપ્યો જન્મ… દુનિયાભરમાં થઈ ફેમસ


Jangaon:

નવી દિલ્હી, તા ૧૩

તમે ક્યારેય સાંભળ્યું છે કે એક સ્ત્રીએ ૧ જ વર્ષમાં બે વખત સંતાનને જન્મ આપ્યો હોય ? તો આજે તમને જાણવા મળશે આવી જ એક વિચિત્ર ઘટના વિશે. આ મહિલા છે ફ્લોરીડામાં રહે છે અને તેણે ૨૦૧૯ના વર્ષમાં ૪ સંતાનોને જન્મ આપ્યો છે. એલેક્ઝાંડ્રિયા વોલિસ્ટન નામની મહિલાએ પહેલા માર્ચ 2019માં બે બાળકોને જન્મ આપ્યો અને પછી ૯ જ મહિના બાદ એટલે કે ડિસેમ્બરમાં પણ તેણે બે બાળકોને જન્મ આપ્યો હતો.

એલેક્ઝાંડ્રિયા વોલિસ્ટન નામની મહિલાએ જણાવ્યાનુસાર, તે માર્ચમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી તુરંત મે મહિનામાં ફરીવાર ગર્ભવતી થઈ હતી. ત્યારે ડોક્ટરે તેને કહ્યું કે ફરી તેને જોડિયા બાળકો થવાના છે. ત્યારબાદ તેણે ડિસેમ્બરમાં ૨ પ્રીમેચ્યોર બાળકોને જન્મ આપ્યો હતો. હાલ તેના ૪ બાળકો એક્દમ સ્વસ્થ છે. વોલિસ્ટને કહ્યું હતું કે તેની દાદીએ પણ બે વાર જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો પરંતુ તે બાળકો મરી ગયા હતા.

Aajkaal