X Close
X
9925128845

મહાપાલિકામાં ક્લાર્કને બઢતીની લેખિત પરીક્ષા લેવા માટે રજૂઆત


Jangaon:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિ»ગ કમિટીના ઠરાવને ધ્યાને રાખીને મહાપાલિકામાં ફરજ બજાવતાં જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે અને સિનિયર ક્લાર્કને હેડ ક્લાર્ક તરીકેની બઢતી આપવા માટેની ખાતાકીય પરીક્ષા લેવા બાબતે તાજેતરમાં પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મ્યુનિ.કમિશનરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે મહાપાલિકામાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 142 જગ્યાઆે ઉપસ્થિત કરવામાં આવી છે. તદ્ઉપરાંત હેડ ક્લાર્ક સંવર્ગની કુલ 14 જગ્યાઆે ઉપસ્થિત કરવામાં આવેલ છે. રાજકોટ શહેરની વધતી જતી વસતી અને વિસ્તાર તેમજ શહેરની હદમાં ભેળવેલા કોઠારિયા અને વાવડી ગ્રામ પંચાયતોના વિસ્તારોને કારણે કામગીરીમાં વધારો થયો હોય હવેથી બઢતીવાળી જગ્યાઆેમાં ખાતાકીય ભરતી માટે કાર્યવાહી થવી જરૂરી છે. રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં 224 જેટલા કર્મચારીઆે તેમજ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં 110 કર્મચારીઆેને બઢતી અપાતી ન હોય અન્યાય થઈ રહ્યાે છે. આ માટે ખાતાકીય પરીક્ષા સત્વરે લેવાય તે માટે જરૂરી આદેશ કરવા અંતમાં જણાવાયું છે.

Aajkaal