X Close
X
9925128845

ભોદ ગામે પુત્રએ આત્મહત્યા કરી લેતા માતાએ પણ જીંદગી ટુંકાવી


Jangaon:

પોરબંદર નજીક ભોદ ગામે રહેતા યુવાનની ગોમટા હાઇવે ઉપરની હોટલનો ધંધો મંદીમાં ચાલતો હોવાથી તેણે ઝેરી દવા પી ને અઠવાડિયા પહેલા બહેનના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.આથી પુત્રના વિયોગમાં તેની માતાએ પણ કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ છે.
બનાવની વિગત એવી હતી કેે, ભોદ ગામે વાડીવિસ્તારમાં રહેતા નિલેશ ભીમજીભાઇ મોકરીયા ઉ.વ. 3ર એ રાણાવાવ ગ્રીનસીટીમાં રહેતા તેના બહેનના ઘરે ઝેરી ટીકડા ખાઇને જીંદગી ટુંકાવી લીધી છે જેમાં એવું જણાવાયું હતું કે, ગાેંડલ નજીક ગોમટા હાઇવે ઉપર પ્રશાંત નામની તેની હોટલનો ધંધો મંદીમાં હોવાથી માનસિક રીતે અસ્વસ્થ રહેતો હતો આથી ઝેરી ટીકડા ખાઇને તેણે જીંદગીનો અંત આÎયો હતો. આથી નિલેશના માતા રાજીબેન ભીમજીભાઇ મોકરીયા ઉ.વ. પપ એ પણ સાત દિવસ પહેલા પુત્રએ આપઘાત કરેલું હોવાથી લાગી આવતા પોતાની મેળે કેરોસીન છાંટીના અગન પછેડી આેઢી લીધી હતી અને રાજીબેનનું પણ કરૂણ મોત થતાં અઠવાડીયામાં જ માતા અને પુત્ર બન્નેના આપઘાત થી પરિવાર ઉપર વજ્રઘાત થયો છે.

Aajkaal