X Close
X
9925128845

ભાવેણા સ્ટેટનાં પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ૧૯મીએ ૧૦૮મો જન્મદિવ


Jangaon:

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પિતા મહારાજા ભાવસિંહજી બીજા (૧૮૭૫–૧૯૧૯)ના બે દાયકા સુધીનાં લજીવન દરમ્યાન પુત્ર જન્મ થયો નોહતો તેમનાં પહેલા લ દેવગઢ બારીયાનાં રાજકુમારી દેવકુંવરબા સાથે ૧૮૯૩માં થયા હતા તેમનું ૧૯૦૩માં અવસાન થયેલું અને તેમને એકમાત્ર રાજકુમારી મનહરકુંવરબા હતા. મહારાજા ભાવસિંહજીનાં બીજા લ ઘણાં આગ્રહનાં અંતે ૧૯૦૫માં ખીરસરાનાં રાજુકમારી નંદકુંવરબા સાથે ૧૯૦૫માં થયેલા તેમને પણ ઘણાં વર્ષેા સુધી પુત્ર સંચાન નહીં થતા દિવાન પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવી વગેરે વ્રત રાખેલા.
આખરે ૧૯૧૨માં ૧૯મે (સંવત ૧૯૬૮, જેઠ સુદ તૃતિયા રવિવારનાં દિવસે મહારાણી નંદકુંવરબાને પુત્રનો જન્મ થયો) રાયકુટુંબમાં સૌને હર્ષ ઘણો થયો હતો. મહારાજા ભાવસિંહજીનાં એક વખતનાં ટુટર ગણપતરામ અનુપરામ ત્રવાડી (૧૮૪૮–૧૯૧૯)ને આ હર્ષનાં પ્રસંગે તેમનાં વતન સુરતથી ખાસ આમંત્રિત કરવામાં આવ્યા. ગણપતરામને પોશાક વગેરે આપી સન્માનિત કરવામાં આવ્યા તેમને એ પછી યુવરાજની જન્મપત્રિકા બતાવી નામ માટે સુચન માગ્યું તેમણે કૃષ્ણકુમાર નામ સુચવ્યું અને તે પ્રમાણે નામકરણવિધી કરવામાં આવી.
આ પ્રસંગે રાજકવિ પીંગળસી પાતાભાઇ (૧૮૫૬–૧૯૩૯)એ મહરાજાકુમારનું હાલરડું લખ્યું હતું તેની પ્રથમ પંકિતઓ નીચે પ્રમાણે છે.
ગોહિલજીનું હાલરડું હત્પં ગાવું, હેતે હેતેથી હીંચકાવું ગોહિલ ટેક.
સોના રૂપાનું પારણું સુંદર, દીપે હીરની દોરી
મુખડું કુમારનું છે મરમાળું,
ચિતડા લિએ છે ચોરી ગોહિલ(૧

Aajkaal