X Close
X
9925128845

ભાવનગર રેલવે સ્ટેશને હવે મળશે લીટની સુવિધા


Jangaon:

રાજવી યુગમાં રેલ સેવામાં અવ્વલ નંબરે રહેલ ભાવનગર અને લોકશાહી યુગમાં છેવાડે છે. જો કે, હવે ભાવનગર સ્ટેશન પર સુવિધા વધારવા રેલ તંત્રએ અભિયાન હાથ ધર્યુ છે જેમાં રેલવે સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ભાવનગર સ્ટેશન પર યાત્રિકો માટે લીટની સુવિધા શરૂ કરવામા આવશે.
હાલ ભાવનગર રેલવે સ્ટેશનની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત અનેક નવી સુવિધાઓથી રેલવે સ્ટેશન સજ થશે. રેલવે સ્ટેશનનાં નવીનીકરણના ભાગરૂપે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા સિનિયર સિટીઝન યાત્રિકો માટે લીટની સુવિધા ઉમેરવા રેલ તંત્રએ આયોજન હાથ ધર્યુ છે. જે અંતર્ગત હાલમાં ટેસ્ટીંગ કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં લીટની સેવા મળતી થશે તેમ જાણવા મળ્યું છે

Aajkaal