X Close
X
9925128845

ભાવનગરમાં કુલ વરસાદનો આંક 42 ઇંચને વટાવી ગયો


Jangaon:

ગઇકાલે રાત્રે વરસનાર મેઘરાજાનું આજે 10 વાગ્યા સુધી આગમન થયુ નથી. ગઇ રાત દરમ્યાન રાજયના બે સિવાયના તમામ તાલુકામાં 3 મીમીથી રર મીમી જેવો વરસાદ પડéાે છે.ગઇકાલ રાત દરમ્યાન ભાવનગર શહેરમાં અવાર નવાર વરસાદી ઝાપટા પડવાના ચાલુ રહ્યાં બાદ શહેરમાં વધુ 17 મીમી વરસાદ પડતા સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકનો વરસાદ 33 મીમી એટલે કે દોઢ ઇંચને આંબી ગયો છે.
ભાવનગરમાં મોસમનો કુલ વરસાદ 1051 મીમી એટલે કે 4ર ઇંચ થયો છે. જયારે ગઇકાલે રાત્રે ઉમરાળામાં સૌથી વધુ એટલે કે રર મીમી અને વલભીપુરમાં ર1 મીમી વરસાદ નાેંધાયો છે. જયારે ભાવનગરના નજીકના પડોશી એવા ઘોઘામાં પણ ભાવનગર શહેર જેટલો જ એટલે કે 17 મીમી વરસાદ પડéાે છે. જયારે ગારિયાધારમાં 1, મહુવામાં 3 અને સિહોરમાં 3 મીમી વરસાદ નાેંધાયો છે.
ભાવનગરમાં એરપોર્ટ િસ્થત હવમાન ખાતાની કચેરીમાં ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં 1 મીમી વરસાદ પડéાે હતો. જયારે આજે સવારે 8-30 કલાક સુધીમાં ત્યાં 45 મીમી એટલે કે દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નાેંધાયો છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા પ્રમાણે સવારે છ કલાકે પુરા થતા 24 કલાક દરમ્યાન ઉમરાળામાં 37 મીમી, ગારિયાધારમાં 15 મીમી, ઘોઘામાં 49 મીમી, જેસરમાં 9 મીમી, તળાજામાં 3 મીમી, પાલિતાણામાં 1પ મીમી, ભાવનગરમાં 33 મીમી, મહુવામાં ર6 મીમી અને વલભીપુરમાં 67 મીમી અને સિહોરમાં 1 મીમી વરસાદ પડéાે છે. ભાવનગર શહેરમાં ગઇકાલના વરસાદ બાદ મોસમનો કુલ વરસાદ 1051 મીમી થયો છે. જે ઇંચમાં 42 ઇંચ થવા જાય છે. જાણકારોના કહેવા પ્રમાણે આ વખતના વરસાદે કમસે કમ ભાવનગરમાં ભુતકાળના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.

Aajkaal