X Close
X
9925128845

ભાવનગરનાં મહિલા કોન્ટ્રાકટર સાથે શખ્સે આચરેલી છેતરપીડી


Jangaon:

ભાવનગરનાં મહિલા કોન્ટ્રાકટર સાથે તેણીનાં ભાગીદારે રૂપિયા 6,62,75000ની છેતરપીડી આચર્યાની ફરિયાદ નાેંધાવાઇ હતી.
શહેરનાં રબ્બર ફેકટરી પાસે આવેલ પરાગ એપાર્ટમેન્ટમાં રહેતા અને સરકારી કામનાં કોન્ટ્રાકટ રાખતા હષાર્બેન કિશોરભાઇ વેગડ (ઉ.વ.45) અમદાવાદ પોલીસમાં ગાંધીનગરનાં કેશવપાર્કમાં રહેતો પોતાનો ભાગીદાર દિલીપ જેઠાભાઇ ચૌહાણ વિરૂધ્ધ એવી ફરિયાદ નાેંધાવીહતી કે, ઉપરોકત શખ્સ પોતાની સ્પાયર એન્ટરપ્રાઇઝ કંપનીનો ભાગીદાર હોય અમદાવાદની જીએમઇઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા અને અમદાવાદ હોસ્પિટલની મેડીકલ કોલેજની બિલ્ડીગનાં કામ દરમ્યાન પોતાની ગેરહાજરીનો લાભ લઇ દિલીપ ચૌહાણે કામ પેટેનાં રૂપિયા 6,62,75000નાં ચેક અજન્સીના ખાતામાં જમા ન કરાવી પોતાના અંગત ખાતામાં જમા કરાવી પોતાના અંગત ખાતામાં જમા કરાવી છેતરપીડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો.હષાર્બેને નાેંધાવેલી ફરિયાદનાં પગલે પોલીસે દિલીપ જેઠાભાઇ ચૌહાણ વિરૂધ્ધ ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

Aajkaal