X Close
X
9925128845

ભારતનું એક એવું રાજ્ય કે જ્યાં રમતોના નામ અને નિયમો બોલાઈ છે સંસ્કૃતમાં…


Jangaon:

આપણી પ્રાચીન ભાષા એટલે સંસ્કૃત.. પરંતુ આધુનિક યુગમાં આ ભાષા બસ નામશેષ રહી ગઈ છે ત્યારે આજે પણ ભારતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં રમતોના નામ અને નિયમો ફક્ત સંસ્કૃત ભાષામાં જ બોલવામાં આવે છે. એ રાજ્યનું નામ છે છતીશગઢ. તેમજ છતીશગઢની સ્કૂલના નવા સત્ર ખુલતાની સાથે જ રમતોના નામ અને નિયમોને વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં બોલે તેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં રમતની સ્પર્ધામાં પણ કોમેન્ટ્રી સંસ્કૃતમાં જ થશે. આમ કરવા પાછળનો રાજ્યનો મુખ્ય હેતુ સંસ્કૃત શિક્ષાને મહત્ત્વ આપવાનો અને રમતમાં પણ સંસ્કૃત ભાષાના પ્રયોગને પ્રોત્સાહિત કરવાનો છે. ક્રિકેટ કંદુક ક્રીડા, ફૂટબોલ પાદ કંદુકમ્, બાસ્કેટ બોલ હસ્તપાદ કંદુકમ્, વોલીબોલ અપાદ કંદુકમ્, ટેબલ-ટેનિસ ઉત્પીઠિકા કંદુકમ્, બેડમિન્ટન ખગક્ષેણ ક્રીડા, દોડ ધાવનમ્, કબડ્ડી કબડ્ડી ધ્વનિ ક્રીડા, ખોખો ખો ધ્વનિ ક્રીડા, કુશ્તી મલ્લયુદ્ધમ્. આ સિવાય પણ અન્ય ઘણી રમતો છે જેને ફક્ત સંસ્કૃતમાં જ બોલવામાં આવશે.

 

Aajkaal