X Close
X
9925128845

ભાજપ ઉત્સવોમાં રત: કાેંગ્રેસ ‘ખાડાયજ્ઞ’ કરી વાચા આપશે


Jangaon:

ભાવનગર શહેર જાણે ખાડાનગર હોય એમ અનેક રસ્તાઆે પર મસમોટા ખાડાઆે પડી ગયા છે અને શહેરભરની પ્રજા પીડાઇ રહી છે પરંતુ ભાજપના શાસકો ઉત્સવોમાં રત હોવાથી પ્રજાની મુશ્કેલી ધ્યાને લેવાતી નથી. ત્યારે શહેર કાેંગ્રેસ સમિતિએ આ પ્રñે પ્રજાને વાચા આપવા આવતીકાલે ગુરૂવારે મહાપાલિકા કચેરીની સામે ‘ખાડા યજ્ઞ’નું આયોજન કર્યું છે.
ભાવનગર શહેરમાં અવાર નવાર કરોડો રૂપિયા રોડ રસ્તાના કામમાં વપરાય છે. એક અંદાજ પ્રમાણે 100 કરોડ રૂપિયા નવા રસ્તા બનાવવા અને રીકાર્પેટીગ કરવા માટે વપરાયા છે. દર વખતે ચોમાસાના પહેલા વરસાદે જ નવા બનાવેલા રસ્તાઆે ધોવાઇ જાય છે. હાલમાં ભાવનગર શહેર ખાડાનગર બની ગયું છે. લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખાડાને કારણે વાહન અકસ્માતો પણ વધી ગયા છે. આ બાબતે સત્તાધારીઆેનું અનેક વખત કાેંગ્રેસ પાર્ટી દ્વારા ધ્યાન દોરવામા આવ્યું છે પણ કોઇ પરિણામ આવેલ નથી !
લોકોન પ્રશ્નોનો વાચા આપવા અને વિરોધ નાેંધાવવા ભાવનગર શહેર કાેંગ્રેસ સમિતિ દ્વારા તા.12ને ગુરૂવારે સાંજના 4 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીગની સામે એક ખાડા યજ્ઞનું આયોજન કરવામા આવેલ છે. યજ્ઞની પુણાર્હુતિ બાદ કમિશ્નરને આવેદન પત્ર પાઠવવામા આવશે. આ કાર્યક્રમમાં ઉપિસ્થત રહેવા શહેર કાેંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી અને વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ દ્વારા કાેંગ્રેસના તમામ અગ્રણીઆે, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, અલગ અલગ સેલના હોદ્દેદારો, યુવા કાેંગ્રેસ મહિલા, એન.એસ.યુ.આઇ. તથા સેવાદળ અને તમામ કાર્યકરોને અપીલ કરવામાં આવે છે.

Aajkaal