X Close
X
9925128845

પોરબંદર જીલ્લા પંચાયતના એન્જીનીયરે પત્નીને મહીને રૂા. 15 હજાર ભરણપોષણ ચૂકવવું પડશે


Jangaon:

પોરબંદર જીલ્લા પંચાયતના એન્જીનીયરે પત્નીને મહીને રૂા. 15 હજાર ભરણપોષણ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.હાલ સમાજમાં સામાજીક વ્યવસ્થા ભાંગતી જાય છે અને તેના કારણે ભરણ-પોષણના કેસોનું પ્રમાણ સતત વધતું જાય છે અને હવે તો એજ્યુકેટેડ લોકોમાં પણ મનદુઃખનું પ્રમાણ વધતું જાય છે. તે જ રીતે પોરબંદરમાં રહેતા પિયુષ ભીમાભાઈ શીગરખીયા કે જે એન્જીનીયર તરીકે ભણેલા હોય અને જીલ્લા પંચાયતમાં કાયમી કર્મચારી તરીકે નોકરી કરતા હોય પરંતુ તેઆેને પણ તેની પત્ની સાથે મનદુઃખ થતા તેની પત્ની જાગૃતિ પિયુષ શીગરખીયા દ્વારા પોરબંદરની ફેમીલી કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ભરણ-પોષણ મળવા અરજી કરેલી હતી.

અરજીમાં તેમજ જુબાનીમાં જણાવેલ વિગત મુજબ અરજદાર જાગૃતિબેન આજે પણ સંસાર ચલાવવા તૈયાર હોય અને સંયુક્ત કુટુંબમાં રહેવા પણ તૈયાર હોય પરંતુ તેના પતિ પિયુષભાઈ તેને રાખવા જ તૈયાર ન હોય અને જાગૃતિબેન દ્વારા પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ હાલનો કેસ કરેલો હોય, એટલું જ નહી માનસિક દુઃખ-ત્રાસ આપી કાઢી મૂકેલ હોવાના કારણે તે બાબતે ફોજદારી ફરિયાદ પણ કરેલી હોય અને તેમાં સામાવાળાના માતા-પિતા તે ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયેલા હોય પરંતુ હાઈકોર્ટ દ્વારા પણ તેની અરજી રદ કરેલી હતી. તેમજ સામાવાળા એન્જીનીયર તરીકે કાયમી નોકરી કરતા હોય અને તેની પગાર સ્લીપ કોર્ટમાં રજુ થયેલી હોય અને તે પગાર સ્લીપ મુજબ સામાવાળાનો પગાર રૂપીયા 45 હજાર જેવો હોય અને તે રીતે સામાવાળા ભરણ-પોષણ કરવા સક્ષમ હોવાનું જણાવતા અને તે સબંધે અરજદારના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા અલગ-અલગ ચૂકાદાઆેને ધ્યાને લઈ પગારની 1/3 રકમ ભરણ-પોષણ મેળવવા અરજદાર હક્કદાર હોવાની આેથાેરીટી રજુ કરતા ફેમીલી જજ છાટબાર દ્વારા રેકર્ડ ઉપરના તમામ પુરાવાઆે તથા એડવોકેટની દલીલ તથા રજુ કરેલ આેથાેરીટીઆે ધ્યાને લઈ ફેમીલી જજ છાટબાર દ્વારા સમગ્ર કાયદાનું તથા આેથાેરીટીનું વિવરણ કરી કુલ-34 પાનાનું વિગતવાર જજમેન્ટ આપી અરજદાર જાગૃતિબેનને માસીક રૂપીયા 15,000 ભરણ-પોષણ ચૂકવવાનો મહત્વનો હુકમ ફેમીલી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કામમાં અરજદાર વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, નવઘણ જાડેજા, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ તથા જીતેન સોનીગ્રા રોકાયેલા હતા.

Aajkaal