X Close
X
9925128845

પોરબંદર જીલ્લામાં સાત પ્રવાસન સ્થળો સહિત 41 સ્થળોએ સીસી ટીવી દ્વારા પોલીસની બાજનજર


CCTV 11

પોરબંદર જીલ્લામાં સાત પ્રવાસન સ્થળો સહિત 41 સ્થળોએ સીસી ટીવી દ્વારા બાજનજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.
વિશ્ર્વાસ પ્રોજેક્ટ તથા સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટનું મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે અંગેનું લાઈવ ટેલીકાસ્ટ ‘વંદે ગુજરાત’ ઉપર ગુજરાતના તમામ જીલ્લાઓમાં કરવામાં આવેલ. અને આ વિશ્ર્વાસ પ્રોજેક્ટ સી.સી. ટીવી દ્વારા સાત પર્યટક સ્થળો સહિત કુલ 41 સ્થળો ઉપર બાજનજર રાખવામાં આવશે. વિશ્ર્વાસ પ્રોજેક્ટનો હેતુ ગુન્હા અટકાવવા તેમજ શોધવાનો છે. સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટનો હેતુ સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓ અટકાવવાનો તેમજ શોધવાનો છે. ઉપરોક્ત પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ડિસ્ટ્રીક્ટ ટ્રેનીંગ સેન્ટર ખાતે જીલ્લાના 300 જેટલા તમામ સંવર્ગના અધિકારી તેમજ કર્મચારીઓ તથા 50 પોલીસ પરિવારના સભ્યો તથા 50 નગરજનોએ હાજર રહી અને સંપૂર્ણ પ્રોગ્રામ નિહાળ્યો હતો.

‘વિશ્ર્વાસ’ પ્રોજેક્ટ અંતર્ગત તમામ મુખ્ય માર્ગો, તમામ જંકશન, તમામ જાહેર જગ્યાઓને પી.ટી. ઝેડ કેમેરા, ફિક્સ કેમેરા, આર.એલ.વી.ડી. કેમેરા, એ.એન.પી.આર. કેમેરા, ડોમ કેમેરા વગેરે હાઈ ડેફીનેશન કેમેરા દ્વારા આવરી લેવામાં આવે છે. આ પ્રોજેક્ટનો હેતુ ચોરી, છેડતી, એક્સીડેન્ટ, લુંટ, અપહરણ, ગૂમ, ચેઈન સ્નેચીંગ, વાહનોને લગતા તથા અન્ય ગુન્હાના ડીટેક્શન અને પ્રિવેન્શન માટે ટ્રાફિક સમસ્યાને લગત, ઈ-ચલણ જેવી કામગીરીના હેતુસર કાર્યરત રહેશે.

‘સાયબર આસ્વસ્ત’ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઈમ ઈન્સીડન્ટ, રીસ્પોન્સ યુનીટ, એન્ટી સાયબર બુલીંગ યુનીટ, સાયબર સુરક્ષા લેબ, સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ, સાયબર કો-ઓર્ડીનેશન પોર્ટલ જેવી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓ જેવા કે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, જોબ ફ્રોડ, ઈન્સ્યોરન્સ ફ્રોડ, લોન ફ્રોડ, સીમ સ્વેપીંગ ફ્રોડ, ઓનલાઈન શોપીંગ ફ્રોડ, ઓનલાઈન કેમીકલ્સ/બિયારણ સબંધીત ફ્રોડ, ટાવર ઈન્સ્ટોલેશન ફ્રોડ, લોટરી-ગીફ્ટ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, ઈ-મેઈલ હેકીંગ, ઈ-મેઈલ સ્પુધીંગ ફ્રોડ, રેન્સમવેર, ડેટા થેફ્ટ, વાયરસ/માલવેર, ઓ.એલ.એક્સ. ફ્રોડ, મેટ્રીમોનીયલ ફ્રોડ, સોશીયલ મીડિયા સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધવા ખૂબ મદદપ રહેશે.

‘સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ’ દેશનું પહેલું સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ જે નાગરિકોને એસ.એમ.એસ. દ્વારા સાયબર ક્રાઈમ માટે વપરાયેલા ફોન નંબરો અંગે સાવચેત કરશે.  www.gujratcybercrime.org પોર્ટલ પર તૈયાર હશે. સાયબર ફ્રોડ માટે વપરાતા ફોન નંબરો તથા બેંક એકાઉન્ટ નંબરોનો સૌથી મોટો ડેટાબેઝ પૂરો પાડશે. ‘‘સાયબર સુરક્ષા લેબ’’ માં પોલીસ લોકોના મોબાઈલ ફોન અને ડીજીટલ ડીવાઈસના આરોગ્યનું ધ્યાન તથા મોબાઈલમાં આવતા માલવેર, વાયરસ અને અન્ય ખતરાઓની ચકાસણી કરશે તથા રાજ્યના દરેક સાયબર સેલમાં ટચ સ્ક્રીનવાળા કિઓસ્ક મશીન મૂકવામાં આવશે, જે સુવિધાનો લાભ નાગરિકોને નિ:શુલ્ક પ્રાપ્ત થશે.

‘સાયબર ક્રાઈમ ઈન્સીડેંટ રિસ્પોન્સ યુનિટ’’ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં આવશે. 100 અને 11ર નંબર ડાયલ કરતા ‘સાયબર આસ્વસ્ત’ હેલ્પલાઈન યુનિટ માહિતીના આધારે પોલીસ સામેથી સંપર્ક કરી પ્રજાનું આર્થિક નુકસાન થતું અટકાવશે. ‘મદદ માટે કરેલી કાર્યવાહીની જાણ કરાશે’. ‘એન્ટી સાયબર બુલીંગ યુનિટ’ દ્વારા ઓનલાઈન હેરેસમેન્ટથી બચવા માટે મદદ મળશે. આવા ભોગ બનનારને સોશ્યલ મીડીયા થી જરી તકેદારીઓ માટે સુસજ્જ કરશે અને ભોગ બનનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. આમ, પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ પ્રજાભિમુખ કાર્યવાહીમાં ખૂબ જ સારા પરીણામો મેળવી શકાશે તેવો આશાવાદ એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો.

(AAJKAL)
Aajkaal