X Close
X
9925128845

પોરબંદરમાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીનો શુભારંભ


road-safety-9816JD

સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી શ થઈ છે ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર જીલ્લા ટ્રાફિક પોલીસ અને જે.સી.આઈ. ના સંયુક્ત ઉપક્રમે 31 મા ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ થયો છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અને આ ઉજવણીના માધ્યમથી માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ અને ઈજાઓમાં ઘટાડો કરવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે. પોરબંદરના પાળીબા બાગ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં 31 મા માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી તા. 17 જાન્યુઆરી સુધી ચાલનાર આ ઉજવણીમાં જુદી-જુદી શાળા, કોલેજો અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવશે.

આ માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એન. મોદી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ભરત પટેલ, ડી.વાય.એસ.પી. આર.ડી. જાડેજા, આર.ટી.ઓ. ઓફિસર ચાવડા, જે.સી.આઈ. પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, જે.સી.આઈ. પ્રમુખ તેજસ બાપોદરા, જીજ્ઞેશ કારીયા, અનિલભાઈ કારીયા, રાજુભાઈ બુદ્ધદેવ, જીતેન ગાંધી, ટી.કે. કારીયા વગેરે મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહને સફળ બનાવવા ટ્રાફિક પી.એસ.આઈ.જી. બી. ગોહિલ, જે.સી.આઈ. સેક્રેટરી હાદિૃક મોનાણી, પ્રોજેક્ટ ચેરમેન દિલીપ ગંધા, પ્રતિપાલસિંહ રાયજાદા અને જે.સી.આઈ.ના સભ્યો તથા ટ્રાફિક પોલીસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન બિરાજ કોટેચાએ કર્યું હતું.

(AAJKAL)
Aajkaal