X Close
X
9925128845

પોરબંદરમાં માછીમારોની ફીશીગના ટ્રીપ દીઠ ર0 દિવસો કરવા માંગ


Jangaon:

પોરબંદર સહિત ગુજરાતના દરિયાકાંઠે ભયંકર પ્રદુષણ ફેલાયું હોવાથી માછીમારોને ટ્રીપના દિવસો વધી ગયા છે ત્યારે મત્સ્યોદ્યાેગ વિભાગ દ્વારા ટોકનબુકમાં ર0 દિવસની ટ્રીપ દીઠ પરમીશન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પોરબંદર માછીમાર બોટ એશો.ના પ્રમુખ જીવનભાઇ જુંગીએ મત્સ્યોદ્યાેગ વિભાગના જો. કમીશ્નર પટણીને રજુઆત કરતા જણાવ્éું છે કે, હાલના સંજોગોમાં માછીમાર ભાઇઆેની બોટોમાં નજીકના સમુદ્રમાં માછલીની કેચ ન મળતા ડીપ-સી માં માછીમારી કરવા જવું પડે છે અને મચ્છીની કેચ ઘટી જવાથી માછીમારોની બોટોને 18 થી ર0 દિવસ સુધી માછીમારી કરવા દુરદુર જવું પડે છે. પોરબંદર બંદર ભૌગોલિક રચના અને ડ્રેજીંગના અભાવે સમયસર બોટો નિકળતી ન હોય એટલે ત્રણ થી ચાર દિવસ બોટોના દિવસો બગડે છે માટે ઉપરોકત ધ્યાને લઇ ટોકન બુકમાં ર0 દિવસની પરમીશન સાઇન કરવા માંગણી છે.

Aajkaal