X Close
X
9925128845

પોરબંદરમાં ખેડૂતોએ અધિકૃત જગ્યાએથી જ ખાતર–દવાની ખરીદી કરવી


Jangaon:

એકબાજુ પોરબંદરમાં કિસાન કેન્દ્ર ખાતે ખેડૂતોને ઓછું બિયારણ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે અને તપાસમાં પણ બાચકામાંથી વજનની ઘટ હોવાનું બહાર આવ્ું છે તો બીજીબાજુ ખેતિવાડી વિભાગે ખેડૂતોને અધિકૃત જગ્યાએથી જ ખાતર અને દવાની ખરીદી કરવા અપીલ કરી છે.
પોરબંદર જીલ્લામાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડૂતોને કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જેમાં જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સપરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો, પોરબંદર જીલ્લામાં ખાતરના અધિકૃત વિક્રેતા ૬૪ છે, જયારે બિયારણ અને જંતુનાશક દવાના અધિકૃત વિક્રેતા ર૭પ જેટલા છે. તેમ નાયબ ખેતી નિયામક ગોહીલે જણાવ્ું હતું.
રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલટીન તથા બિયારણની થેલી સીલબધં છે કે કેમ? તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદ્દત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં. ત્રણેય ઇનપુટસના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામલોટબેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલીટીનલેબલ સાથે અવશ્ય કરી લેવી.
ઉપરાંત ખાતરની થેલીબારદાન ઉપર યથાપ્રસગં ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અથવા તો નોન–એડીબલ ડી–ઓઇલ્સ કેક ફર્ટીાઇઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે અને આવા પદાર્થેાની ખાતર તરીકે ખરીદી ન કરવી.
વૃધ્ધિ કારકો (ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઇડ બોર્ડ દ્રારા આપવામાં આવેલ તેનો સી.આઇ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫ ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોમણાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રગં જયારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાનીચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકોજંતુનાશક દવાની બોટલપાઉચ, પેકેટથેલી માં રહેલ વૃધ્ધિકારકોજંતુનાશક દવાની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો જંતુનાશકોની ખરીદી કોઇપણ સંજોગોમાં ન કરવી. આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ.), ખેતીવાડી અધિકારીવિસ્તરણ અધિકારીગ્રામ સેવકનો સંપર્ક કરવો

Aajkaal