X Close
X
9925128845

પોરબંદરની માછીમારી સીઝન એક મહીનો વહેલી પૂર્ણતાના આરે


Jangaon:

સાગરપુત્રો એવા માછીમારો શ્રાવણી પુનમ એટલે કે, રક્ષાબંધનના દિવસે માછીમારીની નવી સીઝનની શરૂઆત કરતા હોય છે અને ૧૦મી જુન આસપાસ તેમની માછીમારીની સીઝન પૂર્ણ કરતા હોય છે પરંતુ પોરબંદર સહિત રાજયના સમુદ્ર કીનારે એટલી હદે ભયંકર પ્રદુષણ જોવા મળી રહ્યું છે કે, તેના કારણે માછીમારોને તેમની સીઝન વહેલી પૂર્ણ કરવાની ફરજ પડી રહી છે અને પોરબંદરના દરિયાકીનારે ૧૬૦૦થી વધુ બોટો કાંઠે આવી ગઇ છે અને પ૦૦ થી પણ ઓછી બોટો ટ્રીપમાં હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે.

ઔધોગિક પ્રદૂષણને લીધે માછીમારી ઉધોગ મરણપથારીએ
પોરબંદર સહિત સૌરાષ્ટ્ર્રમાં ઔધોગિક પ્રદૂષણના કારણે સ્થળ, વાયુ અને જલ પર પણ છેલ્લા ઘણાં સમયથી માઠી અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્ર્રની જમીનોમાં પ્રદૂષણને કારણે ઉત્પાદકતા ઘટી ગઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ઔધોગિક પ્રદૂષણને કારણે હવે સમુદ્રી જીવસૃષ્ટ્રિ પર પણ ભારે માઠી અસર પહોંચી હોવાનું બહાર આવ્યું છે, જેમાં એક સમયે ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવતા ગુજરાતનો મત્સ્યોધોગ દેશ–વિદેશમાં સુવિખ્યાત હતો પરંતુ હાલ સમુદ્રી પ્રદૂષણને કારણે અનેક સ્થળોએે દરિયામાં માછલીઓ હાલ નામશેષ થઈ ગઈ છે.

દરિયામાં ઝેરી કેમીકલ વહાવાતું હોવાની ફરિયાદ
સૌરાષ્ટ્ર્ર–કચ્છના સાગરકાંઠે અનેક મોટી ફેકટરીઓ સહિતના ઔધોગિક એકમો આવેલા છે. આ એકમો દ્રારા ખૂલ્લેઆમ દરિયામાં ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે એવી અનેક દરિયાઈ વનસ્પતિ અને કેટલીક માછલીઓની પ્રજાતિ લુ થવાના આરે છે જે માત્ર સૌરાષ્ટ્ર્રના સાગરકાંઠે ઉપલબ્ધ હતી.

માછલીઓની પ્રજાતિનું સ્થળાંતર
અગાઉ અહીં માચ્છીમારોને મબલખ પ્રમાણમાં માછલીઓ મળી રહેતી પરંતુ હાલ માછલીની અનેક પ્રજાતિઓએ અહીંથી સ્થળાંતર કરી નાખ્યું છે. પોરબંદર, વેરાવળ, માંગરોળ સહિતના દરિયાકાંઠે પાપલેટ, પ્રોન્ઝ, દારા, કોલ અને મોસ્કા સહિતની માછલીઓ વિપુલ પ્રમાણમાં માચ્છીમારોને મળી રહેતી હતી પરંતુ છેલ્લા પાંચ–સાત વર્ષેાથી ઉધોગો દ્રારા દરિયામાં ફેલાવાતા પ્રદૂષણ–વેસ્ટને કારણે આ માછલીઓ જાણે નામશેષ થઈ ગઈ હોય તેમ સમુદ્રમાં માછીમારી કરવા જતા માછીમારોને જોવા પણ મળતી નથી. સૌરાષ્ટ્ર્રની શાન ગણાતી અનેક માછલીઓ અહીંથી હિજરત કરીને ઈરાન–ઈરાક તરફ ચાલી ગઈ હોવાનું પણ મધદરિયે માછીમારી કરતા જાણકાર માચ્છીમારો જણાવી રહ્યા છે.

સીઝન પૂર્ણતાના આરે
માછીમારીની સીઝન ૧૦ જુન આસપાસ પૂર્ણ થતી હોય છે પરંતુ આ વર્ષે દરિયાઇ પ્રદુષણને કારણે ખાસ કોઇ કમાણી નહીં થતાં પોરબંદરની રર૦૦થી વધુ બોટોમાંથી ૧૬૦૦થી વધુ બોટો સીઝન પૂર્ણ કરીને પોરબંદરના બંદરના બારામાં લાંગરવામાં આવી છે અને સમુદ્રમાં રહેલી પ૦૦થી પણ ઓછી બોટો પણ ધીમેધીમે પોરબંદર પરત ફરી રહી છે તેથી માછીમારીની સીઝન આ વર્ષે એક મહીનો વહેલી પૂર્ણતાના આરે છે.

ફરજીયાતપણે દૂર સુધી માછીમારી માટે જવું પડે
એક સમયે સમુદ્રકાંઠે નજીકમાં જ માછીમારી કરી વિપુલ પ્રમાણમાં માછલી મેળવતા માછીમારો હાલ મધદરિયે આંતરરાષ્ટ્ર્રીય જળસીમા સુધી પહોંચી માછીમારી કરે છે તેમ છતાં માછલીનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી બરફ અને ડીઝલનો ખર્ચ પણ માછીમારોને નીકળતો નથી. આઈ.એમ.બી.એલ. નજીક જીવના જોખમે માછીમારો માછીમારી કરે છે ત્યારે પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી તેમનું બોટ સાથે અપહરણ કરીને પાકિસ્તાનમાં કેદ કરે છે આવા પોરબંદર સહિત સૌરાષ્ટ્ર્રના અનેક માછીમારો હાલ પણ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે

Aajkaal