X Close
X
9925128845

પોરબંદરની ચોપાટી નજીકથી વધુ એક મોટરસાયકલની થઇ ઉઠાંતરી


Jangaon:

પોરબંદરમાં છેલ્લા ૧પ દિવસમાં પાંચ બાઇકની ચોરી થઇ છે અને શહેરભરમાં સીસીટીવી કેમેરા ફીટ કર્યા હોવા છતાં બાઇકચોરો પોલીસની પહોંચ બહાર હોવાથી આર્ય સર્જાયું છે

.
પોરબંદરના કડીયાપ્લોટ શેરી ન.ં ૯ માં રહેતા વિરમભાઇ નાથાભાઇ કારાવદરા નામના પ્રૌઢે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે ચોપાટીના ટી–પોઇન્ટ ગેઇટ પાસે રપ૦૦૦નું બાઇક પાર્ક કર્યુ હતું જે એક કલાકમાં જ કોઇ બાઇકચોર ઉઠાવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં તમામ મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસે સીસીટીવી કેમેરા ફીટ કર્યા છે તેથી બાઇકની ચોરી કરીને કોણ લઇ જાય છે ? તે સ્પષ્ટ્રપણે રેકોડીંગ થતું હોવા છતાં છેલ્લા ૧પ દિવસમાં પાંચ બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદો પોલીસના ચોપડે નોંધાઇ છે ત્યારે બાઇકચોરો પોલીસની પહોંચ બહાર હોવાથી નગરજનોમાં પણ આર્ય સર્જાયું છે.

Aajkaal