X Close
X
9925128845

પોરબંદરની ચોપાટી અને મેળામાં દિવ્યાંગો સરળતાથી પ્રવેશે તે માટે વ્યવસ્થા ગોઠવવા માંગ


Jangaon:

પોરબંદરની ચોપાટી અને મેળામાં દિવ્યાંગો સરળતાથી પ્રવેશે તે માટે વ્યવસ્થા ગોઠવવા માંગ થઈ છે.
શિવદૂત એસોસીએશન દ્વારા દિવ્યાંગને ચોપાટીમાં આવવા માટે ચોપાટીનો ગેઈટ ખોલવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. તા. 23/8/19 થી જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે શિવદૂત એસોસીએશન દ્વારા નગરપાલિકા અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે સાતમ-આઠમનાં મેળામાં અને ચોપાટીમાં વિકલાંગ લોકો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવે જેથી કુદરતે આપેલી સજાનો ભોગ બનેલા એવા વિકલાંગો પણ નોર્મલ માણસની જેમ જીવી શકે અને પોતાનું દુઃખ ભૂલીને વિકલાંગો પણ નોર્મલ માણસોની જેમ ચોપાટી તથા મેળાની મજા માણી શકે. તે માટે વિકલાંગ લોકો માટે વાહનની વ્યવસ્થા કરવી અથવા ન કરી શકાય તો વિકલાંગને મદદ કરનાર કોઈપણ વાહનચાલકને ચોપાટી અને મેળાની અંદર જતાં ન રોકવો. જે વિકલાંગને મદદરૂપ થતો હોય જેથી કરીને વિકલાંગો પણ નોર્મલ માણસોની જેમ મજા માણી શકે તેમ વિકલાંગ સેવા સમિતિ-ગુજરાતના અધ્યક્ષ ભારતીબેન ડાભીએ જણાવ્યું હતું.

Aajkaal