X Close
X
9925128845

પોરબંદરના સમુદ્રમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળ્યોઃ કુલ મૃતકઆંક 7


Jangaon:

પોરબંદર નજીકના સમુદ્રમાં વરસાદની આગાહી સમયે જ માછીમારી કરવા ગયેલા પીલાણાઆે ડુબવા લાગ્યા હતા જેમાં કુલ 6 માછીમારોના મૃતદેહ મળ્યા બાદ વધુ એક સાતમા માછીમારની લાશ પણ મળી આવી હતી તો ગુમ થયેલા અન્ય પીલાણા અને માછીમારો હેમખેમ પરત આવી ગયા છે અને ધારાસભ્ય સહિત સાંસદ વગેરે મૃતકોના પરિવારને મળવા અને સાંત્વના આપવા પહાેંચી ગયા હતા.

વધુ એક લાશ મળી
પોરબંદરથી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ 19 જેટલી નાની હોડીઆેમાં 9પ જેટલા ખલાસીઆે સમુદ્રમાં હતા ત્યારે ભારે પવનના કારણે હોડીઆે પલટી ખાવા લાગી હતી જેમાં 7 જેટલા માછીમારો સમુદ્રમાં ગરકાવ થઇ ગયા હતા. બાકીના માછીમારો સલામત સ્થળે પહાેંચી ગયા હતા. સમુદ્રમાં ગુમ થયેલા સાત માછીમારો પૈકી 3 ના મૃતદેહ શનિવારે અને અન્ય ત્રણના મૃતદેહ રવિવારે મળ્યા બાદ આસ્થા નામના પીલાણાના એક ખલાસીનો સાતમો મૃતદેહ બાવન ઘેલાભાઇ હોદાર ઉ.વ. પપ વિરડીપ્લોટ વાળાની લાશ ઉંટડા નજીકથી મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવી હતી.

અન્ય પીલાણા હેમખેમ પરત
દરમિયાનમાં વધુ બે પીલાણા અને 9 માછીમારો સમુદ્રમાં ગુમ થઇ ગયાના અહેવાલો મળ્યા હતા પરંતુ તેઆે પણ સલામત સ્થળે ખસેડી ને હેમખેમ પોરબંદર પરત આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગેવાનોની જહેમત
સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ, અશ્વિનભાઇ જુંગી, બોટ એશો.ના પ્રમુખ જીવનભાઇ જુંગી, ઉપપ્રમુખ વિશાલભાઇ મઢવી, પીલાણા એસોસીએશનના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરી, નવીબંદર ખારવા સમાજના પૂર્વપ્રમુખ અને યુવા આગેવાન નિલેશભાઇ કીશોર, અશ્વિનભાઇ મધુભાઇ જુંગી, હીરાલાલ મસાણી, મનીશભાઇ શિયાળ, ધનજીભાઇ ગોહેલ, રમેશભાઇ ડાલકી, ધનજીભાઇ લોઢારી, સહિત મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો અને યુવાનો સરકારી ભાવસિંહજી હોસ્પિટલે મૃતદેહોને લવાયા ત્éારે પહાેંચી ગયા હતા અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરાવી હતી.

ધારાસભ્ય-સાંસદ સહિતનાઆેની મુલાકાત
સાતમા ખલાસી બાવનભાઇ હોદારનો મૃતદેહ ભાવસિંહજી હોિસ્5ટલે લવાતા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, સાંસદ, શહેર જીલ્લા ભાજપ પ્રમુખો વિક્રમભાઇ આેડેદરા અને ખીમજીભાઇ મોતીવરસ, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઇ બાપોદરા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયા, શાંતિલાલ મોદી, ગીગનભાઇ બોખીરીયા સહિત અનેક આગેવાનો હોસ્પિટલે પહાેંચી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. એટલું જ નહી પરંતુ તેઆે જે માછીમારો મૃત્યુ પામ્યા છે તેમના ઘરે પણ ગયા હતા અને યોગ્ય મદદની ખાત્રી પણ આપી હતી.

Aajkaal